ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમારું શરમાળ વર્તન જોઈને આસપાસના લોકોને આશ્ચર્ય થશે.




એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારું શરમાળ વર્તન જોઈને આસપાસના લોકોને આશ્ચર્ય થશે. તમારે સૌની સાથે હળવામળવાનું વધારવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને કામ કરવાની જરાય ઇચ્છા નહીં હોય. કામ કરવાને બદલે તમે રજા લઈને સપરિવાર ફરવા ઊપડી જાઓ અને રિલૅક્સ થઈ જાઓ એવું મન થતું હશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારે આજે ઑફિસની જવાબદારીઓ નિભાવવા ઉપરાંત સંતાનોને અભ્યાસમાં મદદરૂપ બનવું પડશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી સર્જનશક્તિને લીધે નસીબમાં સફળતા લખાયેલી છે. તમે ઓછામાં ઓછી મહેનતે મહત્તમ પરિણામ પામી શકશો. આનાથી વધુ સારું શું હોય.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


જો તમે કામ પ્રત્યે પ્રામાણિકતા રાખશો તો તમામ કાર્યો સફળ થશે, પણ જો તમે ખંતપૂર્વક કામ નહીં કરો તો કામનું દબાણ વધતું જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે આખો દિવસ સંબંધો બાબતે વ્યસ્ત રહેશો, પરંતુ એમાં લાગણીઓ નહીં, ગણતરીઓ અને ચતુરાઈ હશે. પોતાનાં લક્ષ્યો પર એકાગ્રચિત્ત રહેવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નાણાંની બચત કેવી રીતે કરવી એ તમારી પાસેથી શીખવા જેવું છે. આ વલણને લીધે તમે ભવિષ્યમાં સમૃદ્ધ થઈ શકશો. આજે સુખનો સૂરજ ઊગ્યો છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે થોડી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડશે. તમે એનાથી બચી નહીં શકો. હિંમત રાખીને સામી છાતીએ મુકાબલો કરવો અને સમસ્યાઓનો કાયમી અંત લઈ આવવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે સવારથી જ તમે સકારાત્મક વલણ અપનાવ્યું હશે. પરિણામે એકદમ સરળતાથી બધાં કાર્યો પાર પડશે એટલું જ નહીં, તમે અન્યોને પણ તેમના કામમાં મદદરૂપ બનશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે રોમૅન્સની મોસમ પુરબહાર ખીલી છે. કુંવારાઓને જીવનસાથી મળી જવાનો યોગ છે, જ્યારે પરિણીતો આપસી સમજણ અને સાયુજ્ય સાધી શકશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આખો દિવસ કામ, કામ અને કામ કરતા રહેવાથી માણસ કંટાળી જાય છે. તમે આજે આખો દિવસ તનતોડ મહેનત કરશો એથી સાંજના સમયે એટલા જ જોશથી પાર્ટી પણ કરવી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે એક પછી એક સારી ઘટના બનતી જશે અને તમે ખુશખુશાલ થઈ જશો. વિવિધ વિષયોમાં તમારા પરિપક્વ વિચારોની ઑફિસમાં ખાસ જરૂર હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK