આવો રહેશે આજે તમારો દિવસ

આવો રહેશે આજે તમારો દિવસ

astrl


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આનંદના કોઈ સમાચારને લીધે તમે અતિ ઉત્સાહિત થઈ જશો. આ ખબર તમારા અંગત સંબંધ કે વ્યવસાયને લગતી અર્થાત્ કારકિર્દીમાં પ્રગતિની, સામાજિક મેળમિલાપની કે ધનલાભની હોઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે રગશિયા ગાડા જેવા જીવનમાંથી બહાર નીકળીને બ્રેક લેવાના મૂડમાં હશો. તમે ભવિષ્યની ચિંતાઓને છોડી દેશો અને આજનો દિવસ મુક્તવિહાર કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજનો દિવસ આનંદ-ઉલ્લાસથી ભરેલો રહેશે. તમે પરિવારજનો જોડે આનંદપ્રમોદ કરશો. સંતાનોને તેમના કામમાં મદદરૂપ થશો. લગ્નજીવન પ્રસન્નતાપૂર્ણ રહેશે. આખો દિવસ મોજ કરો એવું ગણેશજી કહે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી કહે છે કે તમને થાક અને નબળાઈ લાગશે, પરંતુ ઑફિસમાં કે બિઝનેસના સ્થળે તમે રિલૅક્સ રહેશો. તમને સોંપવામાં આવેલી નવી જવાબદારી બાબતે સાવચેત રહેવાની ગણેશજીની સલાહ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

જવાબદારીઓ માથે આવે ત્યારે માણસ એને અનુરૂપ વર્તન કરતો હોય છે. આ વાત આજે તમને લાગુ પડશે એવું ગણેશજી કહે છે. આજે તમારા પર જવાબદારીઓનો વિશેષ બોજ આવશે. તમને એવું લાગશે કે તમારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે બિઝનેસ અને મોજમજા બન્નેનું સંમિશ્રણ થશે. તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈને સફળતાના યોગ્ય માર્ગે આગળ વધશો. લોકો તેમના કામમાં તમને પણ સાંકળશે તો તેમને જ લાભ થશે એવું ગણેશજીનું કહેવું છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજનો દિવસ તમારા માટે સારો નથી. કોઈ ઉજ્જ્વળ સંભાવના નજરે ચડતી નથી. આમ છતાં તમારે ક્ષુલ્લક બાબતોમાં ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. યાદ રહે, દિવસ સારો નથી એનો અર્થ એવો નથી થતો કે ખરાબ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

કોઈ રચનાત્મક વિચાર કે સર્જનશીલ આઇડિયા તમારા રાબેતા મુજબના જીવનમાં રોમાંચ લઈ આવશે. તમે કંટાળી ગયા હો અને બધું અસ્તવ્યસ્ત હોય એવું તમને લાગશે, પરંતુ કામની બાબતે તમે પદ્ધતિસર વર્તો છો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજનો દિવસ સાવચેતીપૂવર્‍ક રહેજો. તમે સમસ્યાઓના ઉકેલ સહજપણે લાવી દેશો. જોકે યાદ રહે, કેટલાક ખણખોદિયા લોકો તમને કનડશે. ચિંતા ન કરવી, ઉત્સાહ સુકાવા દેવો નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજનો દિવસ ઘણો જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તમારા જીવનસાથી બની રહે એવી કોઈ વ્યક્તિ સાથે ભેટો થવાનો યોગ છે. તમારો મોટા ભાગનો દિવસ સંબંધો અને સંબંધીઓની પાછળ જશે
.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજના દિવસનો પ્રારંભ જુસ્સાપૂવર્‍ક થશે. તમે મહેનત કરો છો અને અંતે એનું ફળ પણ મળશે છે. સૂર્યાસ્તના રોમૅન્ટિક સમયે તમારામાં રહેલી મૃદુતા પ્રગટ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

છેલ્લા થોડા વખતથી એવી પરિસ્થિતિ સર્જા‍ઈ છે કે તમે જેટલી વધારે મહેનત કરો છો એટલું જ કામ વધી જાય છે. આજે તમે મક્કમ થઈ જશો અને પોતાની કાળજી લેવા માટે થોડો સમય ફાળવશો તથા જવાબદારીઓ પાછી ઠેલવાનો પ્રયાસ કરશો એવું ગણેશજી કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK