ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આજે તમારી વિચારપ્રેરક વાતચીત થશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે આજે તમારી વિચારપ્રેરક વાતચીત થશે. તમે અંતરંગ લાગણીઓ પ્રિયકર સમક્ષ વ્યક્ત કરીને સંબંધને વધુ ગાઢ બનાવશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે ગ્રહમાન તમારા માટે સાનુકૂળ છે. છતાં તમારું મગજ કેટલાક જટિલ વિષયોમાં ગૂંચવાયેલું રહેશે અને તમે ખિન્ન રહેશો. જોકે પોતાની વાક્પટુતાનો આનંદ લઈ શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે ઉત્સાહિત અને જોશીલા બની જશો. તમે દરેક બાબતે સકારાત્મક વલણ અપનાવશો અને સારા તરંગો ફેલાવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ ન કરવામાં જ શાણપણ છે. ખાસ કરીને નાણાકીય બાબતોનો કે બિઝનેસનો સંબંધ હોય ત્યારે હળવે હલેસે કામ લેજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


બાહ્ય વિખવાદોનો અંત લાવવા માટે તમારા મનમાં શાંતિ હોવી જરૂરી છે. ફ્લેક્સિબલ વલણ અપનાવવું અને બાંધછોડ કરવા તૈયાર રહેવું. આ રીતે તમને ઘણું સારું લાગશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


કાર્ય પ્રત્યેની તમારી ચીવટ અને આગામી પ્રોજેક્ટ્સ સંબંધેના વિfલેષણની તમારી આવડતને લીધે ઑફિસમાં આજે તમારી ઘણી ડિમાન્ડ રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


પોતાની તમામ સમસ્યાઓ સંબંધે તમે પદ્ધતિસર હલ કાઢવાનો માર્ગ અપનાવશો. તમારા માટે જે ઉત્તમ માર્ગ હોય એની જ પસંદગી કરીને આગળ વધવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ તમારા માટે ઘણો કપરો પુરવાર થઈ શકે છે. ધીરજ રાખીને અને ચિત્તમાં શાંતિ રાખીને તમારે એક-એક ડગલું આગળ વધવું. આ રીતે તમે સફળતાનો સ્વાદ ચાખી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ફૅમિલીમૅન બની જશો અને જીવનસાથી તથા સંતાનો જોડે સરસ મજાનો સમય વિતાવશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે વધુ અસરકારક કામગીરી બજાવવા માટે નવા માર્ગો શોધી કાઢશો અને ઓછા સમયમાં વધારે કામ કરી બતાવશો. આમ છતાં તમને સંપૂર્ણ સંતોષ નહીં થાય.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


સાત સમુદ્રપારથી તમને સારા સમાચાર મળવાનો યોગ છે. તમારામાં જોમ-જુસ્સો ભરેલો હશે અને જ્યાં જશો ત્યાં ખુશીનું વાતાવરણ ફેલાવશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ ઘણો લાભદાયી રહેશે. ઉચ્ચાભ્યાસ માટે વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ પોતાનું સપનું પૂરું કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK