ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે જાણ્યે-અજાણ્યે અનેક લોકોનાં દિલ તોડી નાખશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે જાણ્યે-અજાણ્યે અનેક લોકોનાં દિલ તોડી નાખશો. આથી વર્તનમાં સાવચેતી રાખવી અને તમામ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરવા.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા વિચારો અને લાગણીઓની અસ્થિરતાને લીધે સંબંધોમાં તંગદિલી આવી શકે છે. આ સ્થિતિ આવતી અટકાવવા માટે સ્વજનો સાથે બહાર ફરવા જવું જેથી તેમનું ધ્યાન બીજે પરોવાયેલું રહે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જો તમે માથે ચડેલા કામનો બોજ દૂર કરવા ઇચ્છતા હો તો પોતાની શક્તિઓને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરવો. આ સાથે તબિયતનું પણ ધ્યાન રાખવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે નવા સંપર્કો કેળવો, કામકાજ બાજુએ રાખી દો અને મિત્રો સાથે આનંદપ્રમોદ કરો એવી શક્યતા છે. પારિવારિક મોરચે પણ વાતાવરણ આનંદિત રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પારિવારિક અને વ્યાવસાયિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખશો. કામકાજમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો અને પછી સ્વજનો જોડે સરસ મજાનો સમય વિતાવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


કામના સ્થળે તમારે જૂનાપુરાણા વિચારોને તિલાંજલિ આપવી પડશે અને સમય અનુસાર વર્તવું પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સ્વજનો સાથેની નિકટતા આજે ઘણી વધી જશે. તમારા બાહ્ય દેખાવ અને બુદ્ધિચાતુર્યને લીધે તમારો કરિશ્મા મોહક બની જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ઇચ્છા મુજબનું ઘર કે કાર ખરીદવાની નજીક આવી જશો. જો તમારી પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોય તો આજનો દિવસ ખરીદી કરી લેવા માટે શુભ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે અંતરમનમાં ડોકિયું કરીને પોતાની કમીઓ દૂર કરવાનો પ્રયાસ કરવો. સાંજના સમયે તમે પોતાની પ્રતિષ્ઠા બાબતે ઘણા સભાન થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે કોઈ પણ કાર્યમાં ઊંચું લક્ષ્ય રાખશો અને ચોકસાઈપૂર્વક કામ કરશો. જો તમે આ જ અપેક્ષા હાથ નીચેના માણસોની પાસે રાખશો તો કદાચ નિરાશ થવું પડશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ઉજવણીનો છે. તમે કદાચ કોઈ કાનૂની ખટલામાં વિજય મેળવ્યો હોય એની આ ઉજવણી હોઈ શકે છે. જો એવું કંઈ નહીં હોય તો પારિવારિક મેળાવડાનો પ્રસંગ ઊજવાતો હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ભૂતકાળમાં બની ગયેલી ઘટના બાબતે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે જે થઈ ગયું એ થઈ ગયું. એમાં તમે કોઈ ફેરફાર કરી શકવાના નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy