જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે સામાજિક મેળમિલાપનો યોગ છે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે સામાજિક મેળમિલાપનો યોગ છે. જોકે પોતાની લાગણીઓ લોકોની સામે વ્યક્ત કરતી વખતે સામેવાળા માણસનું પારખું કરી લેવું જરૂરી છે. તે તમારા વિશ્વાસને પાત્ર હોવો જોઈએ.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારું રાબેતા મુજબનું કામકાજ સરળતાથી ચાલી રહ્યું હોવાથી હવે તમારે લાંબા ગાળાનાં લક્ષ્યો પર વધારે ધ્યાન આપવા લાગવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ભૂતકાળની કેટલીક ભૂલો તમને પજવશે. કંઈ વાંધો નહીં. તમારે સારાસારનો વિચાર કરીને ચાલવું. કોઈ વડીલની તબિયત બગડવાને કારણે તમારો ખર્ચ વધી જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી તર્કશક્તિને બદલે લાગણીઓનું જોર રહેશે. જોકે દિવસનો અંત સકારાત્મક રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના દિવસનું કામકાજ પૂરું કરવાની ઉતાવળમાં તમે પોતાની જાત પર જુલમ કરી બેસશો અને એને લીધે તબિયતને નુકસાન થશે. સાંજના સમયે રાહત મળે એવું કંઈક કરવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા મગજમાં અવનવા આઇડિયા આવશે. આજની ખાસિયત એ છે કે લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવાથી તથા કરુણાભાવ રાખવાથી તમે ઘણા મિત્રો બનાવી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે સંપૂર્ણપણે વ્યવસાયી કામકાજ પર ધ્યાન કેãન્દ્રત કરશો. જો કોઈ વ્યક્તિ તમને ખલેલ પાડવાનો પ્રયાસ કરશે તો તમને એ નહીં ગમે. સાંજના સમયે કોઈ વિશિક્ટ વ્યક્તિ સાથે મુલાકાત થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સાનુકૂળ છે. તમારી આસપાસ ઈષ્ર્યાળુ તkવો ભટકતાં ન હોય એ વાતની તકેદારી લેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના સંજોગો નિરાશાજનક હશે અને એનાથી તમારો દૃષ્ટિકોણ નકારાત્મક બની જશે. જોકે સાંજના સમયે આવનારા સારા સમાચારને લીધે તમારો જુસ્સો વધી જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારા નક્કર અનુભવ અને જ્ઞાનને લીધે તમે અન્યોને સારી તકો દર્શાવી શકશો અને તેમની કારર્કિદી ઘડવામાં મદદરૂપ બની જશો. સહજ છે કે તમારા જીવનના પ્રશ્નોનો પણ હલ આવી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી રોમૅન્ટિક મુલાકાત થવાનો યોગ છે. એ સંબંધને આગળ લઈ જવો કે નહીં એ નક્કી કરવા માટે તમારી સાથે એ વ્યક્તિનો કેટલો મેળ બેસે છે એનો અંદાજ બાંધી લેવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સામાન્ય સંજોગોમાં તમારા મન અને મગજ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલ્યા કરતું હોય છે. આજે તમારા મગજને બદલે મનનું ધાર્યું થશે. બન્નેનું સંતુલન જળવાઈ રહે એ માટેના પ્રયાસ કરવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK