જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમારી છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સતેજ રહેશે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સતેજ રહેશે. તમે કોઈનું નહીં, ફક્ત પોતાના મનનું સાંભળશો. સફળતા મળે કે નિષ્ફળતા, બન્ને સ્થિતિમાં મનની સમતા રાખવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે પોતાના વિચારો અન્ય લોકો પર લાદવાને બદલે સામેવાળાનું કહ્યું ધ્યાનમાં લેવાનો તમારો મૂડ હશે. તમે જુનિયરોને પૂરતી મોકળાશ આપશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


પૂરતી હિંમત એકઠી કરીને પ્રિયકરને પ્રપોઝ કરવા માટે ઉત્તમ સમય છે. તમારી પ્રપોઝલ સ્વીકારાઈ જવાના ઊજળા સંજોગો છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે આશાવાદી અને આદર્શવાદી બની જશો. તમારી ઉદારતા પ્રગટ થશે તથા નવા વિચારો ગ્રહણ કરવાની વૃત્તિ સક્રિય થશે. એની મદદથી તમે ઝમકદાર કામગીરી બજાવી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ આનંદપ્રમોદથી ભરેલો રહેશે. તમે સ્વજનો સાથે નાનકડા પ્રવાસે જશો અને તાજામાજા થઈ જશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


સંબંધોની બાબતે પૂરેપૂરું લક્ષ આપવું અને કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રેમપૂર્વક હલ લાવવો. યાદ રહે, સારા સંબંધો માણસને સફળ બનાવતા હોય છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારે દુશ્મનો પર સીધો હુમલો કરવાને બદલે ગેરીલા નીતિ અપનાવવી. પ્રેમનો પવન ફૂંકાઈ રહ્યો છે, જેનો તમને અનેક રીતે લાભ મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાના બહોળા અનુભવની મદદથી કેટલાક યોગ્ય નિર્ણયો લઈ શકશો. જોકે કાનૂની ઝઘડામાં પડવું નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે મક્કમ બનવું. તમે કડક વલણ અપનાવશો. એમ છતાં સહયોગીઓ તમને સમર્થન આપશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે વ્યવહારુ અને નમþતાભર્યા વ્યવહારની મદદથી તરી જશો. ખર્ચ વધુપડતા થઈ જાય નહીં એ વાતની તકેદારી લેવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા જીવનમાં કોઈ આવકાર્ય પરિવર્તન આવવાનું છે. તમારા ભાઈ-ભાંડુઓ બાજી પોતાના હાથમાં લઈને એકાદ ગેટ-ટુગેધર યોજે એવી શક્યતા છે. તેમનો આ ઉત્સાહ જોઈને તમે રાજી થઈ જશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે એવા સંજોગોમાં સપડાઈ જશો જેમાં બીજા લોકોને ઘણો જ ડર લાગતો હોય છે. તમે તેમને બતાવી આપશો કે તમે કેવા કઠણ માણસ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK