જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમારા બુદ્ધિકૌશલ્ય અને સુંદરતાથી અંજાઈને લોકો તમારા તરફ આકર્ષિત થશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારા બુદ્ધિકૌશલ્ય અને સુંદરતાથી અંજાઈને લોકો તમારા તરફ આકર્ષિત થશે. આ સ્થિતિને કોઈક લાભદાયી તકમાં પરિવર્તિત કરી દેવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા પર કામનો બોજ ઘણો જ વધારે હશે. જોકે કામ તમારી ક્ષમતાની બહાર નહીં હોય. આમ છતાં તમને થાક જરૂર વર્તાશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના મંગળમય દિવસે બધું જ તમારી તરફેણમાં રહેશે. આગળ વધો અને લગ્નનો પ્રસ્તાવ મૂકી દો. આનંદની ઘડી તમારી રાહ જોઈ રહી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી તર્કશક્તિની આગળ લાગણીનાં પડળ બાઝી જાય નહીં એ વાતની તકેદારી લેવી. આ રીતે તમે કોઈ પણ પૂર્વગ્રહ વગર નિર્ણય લઈ શકશો અને સંબંધોમાં સુમેળ જાળવી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે મિત્રો, સંબંધીઓ, પરિવારજનો અને જીવનસાથી બધા જ લોકો તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે. તમે પણ એમાંથી કોઈને નિરાશ નહીં કરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે કામના સ્થળે હોય કે ઘર-પરિવારમાં હોય, તમારે અગ્રેસર રહીને નેતૃત્વ કરવું. મળતાવડા સ્વભાવને લીધે તમે સૌને પ્રિય થઈ રહેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના સંજોગો તમને ચિંતા કરાવનારા હોઈ શકે છે. એની અસરમાંથી બચવા માટે તમારે મેડિટેશન, યોગ કે જૉગિંગ કરવું; જેથી નકારાત્મક શક્તિ બળીને ભષ્મ થઈ જાય.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારું મગજ નકારાત્મક વિચારોથી ગ્રસ્ત રહેશે અને એનાં ગંભીર પરિણામો આવી શકે છે. આથી શક્તિઓને સન્માર્ગે વાળવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજની તમારી કાર્યશૈલી સંપૂર્ણપણે પ્રોફેશનલ હશે. તમે કોઈ ગેરવાજબી વર્તન ચલાવી નહીં લો. તમે મદદગાર સ્વભાવના હોવાથી ઘણા લોકો તમારા મિત્ર બની જવાની શક્યતા છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ બિઝનેસમાં કે નોકરીમાં સારો અને લાભદાયી છે. તમે મહેનત નહીં કરી હોય તો પણ તમને ધનલાભ થવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કારણ કોઈ પણ હોય, આજે તમે ઘરની ચાર દીવાલોની વચ્ચે ભરાઈને રહેશો. તમારા વ્યસ્તતાપૂર્ણ જીવનમાં આ દિવસ રાહત આપનારો છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સફળતા મળવાને પગલે તમે વધુ કાર્ય સિદ્ધ કરવા પ્રોત્સાહિત થશો. તમે મહત્વાકાંક્ષી બની જશો, પણ જ્યાં સુધી ઉદ્ધત નહીં બનો ત્યાં સુધી આ સ્થિતિ સારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK