આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

જાણો કેવી રીતે રહેશે આપનો દિવસ

astrl



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે કોઈ પણ પૂરતા કારણ વગર પોતાના કોચલામાં ભરાઈને રહેશો. તમે અન્યોના યોગદાનની કદર કરશો, પરંતુ ગણેશજી કહે છે કે તમારે એનાથી પણ આગળ વધીને સહયોગીઓ સાથે જ્ઞાનની વહેંચણી કરવાની જરૂર છે.

 
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે) 

વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટે, ખાસ કરીને જેઓ કોઈ વિશેષ ક્ષેત્રે ઉચ્ચાભ્યાસ કરવા માગે છે તેમના માટે આજનો દિવસ ઉજ્જવળ અને આશાસ્પદ રહેશે. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું આયોજન કરવા માટે પણ સારો દિવસ છે.

 

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન) 

આજે તમારા મિત્રો અને સંબંધીઓ તમને ભરપૂર ટેકો આપશે. તમે તમારા વ્યવહારુ વિચારોની મદદથી તેમની સમસ્યાના હલ લાવવામાં મદદરૂપ થશો. અનેક વિકલ્પોમાંથી કોઈની પસંદગી કરવાની આવશે ત્યારે તમે લાગણીથી દોરવાઈ જશો.

 

ïકૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ) 

ગણેશજી કહે છે કે તમારે આજે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં સાવધાન રહેવું. બ્રોકરો અને ટ્રેડરો માટે કપરો સમય છે. આથી વ્યવહારો અને સોદાઓમાં સાવચેતી રાખવી. બિઝનેસ માટે સમય ઠીક-ઠીક છે. ગણેશજીનું સૂચન છે કે તમે આત્મવિશ્વાસી બનો.

 

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

 માણસ મનથી જ હારતો અને જીતતો હોય છે. આથી ગણેશજી કહે છે કે આજે તમારે સકારાત્મક દૃãક્ટકોણ અપનાવવો. પોતાના પ્રયાસો બમણા કરવા માટે ગ્રહમાન સાનુકૂળ છે. કલ્પનાના ઘોડા પર સવાર થઈને સફળતાના નવા પંથે પ્રયાણ કરજો.

 
વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર) 

મનોમંથન કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. તમને એનાથી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે એમ ગણેશજી કહે છે. અંતરાત્મામાં ડોકિયું કરીને પોતાની નવી ઓળખ પામવી. જેમને જરૂર હશે તેમના માટે તમે મદદનો હાથ લંબાવશો.

 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર) 

તમારા કામના સ્થળે કોઈ સત્તાધીશ પોતાની ગમ્મત ખાતર તમને કનડવાનો પ્રયાસ કરશે. તમારું નસીબ સારું હોવાથી બીજું કોઈ તમને હેરાન નહીં કરે. તમારા પોતાના વિચારો અને ચિંતાઓ તમારું નુકસાન કરી શકે છે.

 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર) 

ઑફિસમાં તમે પોતાની છબિ સુધારવાની ઇચ્છા રાખશો. તમે મક્કમતા ધરાવો છો અને લક્ષ્યો હાંસલ કરવાનાં હોય ત્યારે પાછું વળીને જોતા નથી. તમે મુક્તપણે વિચારો વ્યક્ત કરી શકશો અને બૉસને રચનાત્મક વિચારો આપશો.

 

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર) 

આજનો મોટા ભાગનો સમય ગ્રાહકો અને સપ્લાયરો સાથેની મીટિંગોમાં પૂરો થશે. તમે લોકોનાં સૂચનો અને મંતવ્યો ધીરજપૂવર્‍ક સાંભળશો. એનું પરિણામ તમારા માટે સારું આવશે.

 

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી) 

આજે તમારી તર્કશક્તિ સતેજ રહેશે. કારકર્દિીની શરૂઆત કરી રહેલા લોકો ટીવી કે પ્રિન્ટ મીડિયામાં નોકરી લેવાનું પસંદ કરશે. તમારું આધ્યાત્મિક પાસું પ્રગટ થશે.

 

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી) 

તમે સંશોધન અને વિકાસનાં કાર્યો તરફ ઝુકાવ ધરાવશો. બોલવા કરતાં કરીને બતાવવાનું મહkવ હોય છે. આજે તમારા પ્રયાસ અને તમે કરેલી પ્રગતિ ઘણુંબધું કહી બતાવશે. તમારી રોમૅન્ટિક બાજુ આજે પ્રગટ થશે.

 

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

 આજે તમારે સતત કામ-કામ અને કામ રહેશે એવું ગણેશજી કહે છે. તમે અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવામાં કોઈ કસર નહીં રાખો. જોકે તમારા સિવાય બીજું કરશે પણ કોણ?

 

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK