શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

જો તમારી આસપાસ નકારાત્કમતા હોવાનું લાગતું હોય તો હવાફેર કરવા ચાલ્યા જવામાં જ સાર છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જો તમારી આસપાસ નકારાત્કમતા હોવાનું લાગતું હોય તો હવાફેર કરવા ચાલ્યા જવામાં જ સાર છે. આ રીતે તમે હળવા થઈ શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


વર્તનમાં શાંતિ લાવવી અને આક્રમકતાનો ત્યાગ કરવો. અન્યો પર હાવી થવાની વૃત્તિ ટાળવી. ગ્રહમાન તરફેણમાં નહીં હોવાથી કંઈ પણ નવું કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે જે ઝડપે આગળ વધી રહ્યા છો એને લીધે થાક લાગતો હશે. આથી બ્રેક લઈને રિલૅક્સ થઈ જવું. તકલીફ સર્જનારા લોકોથી દૂર રહેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


નવા મિત્રો બનાવવા માટે અને ચિંતાઓને ભૂલી જવા માટે દિવસ પર્ફેક્ટ છે. તમે જેમની જોડે સારો ઘરોબો હોય એવા મિત્રો જોડે સરસમજાનો સમય પસાર કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે આજનો દિવસ સંતાનો માટે સમર્પિત કરશો. તેમની શૈક્ષણિક પ્રગતિની સમીક્ષા કરવી અને તત્કાળની ઇચ્છાઓ સંતોષવી. આ બાબત તમારામાં રહેલા બાળકને પણ લાગુ પડે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


કોઈ વિચિત્ર ડર તમને સતાવતો હશે અને જેમ-જેમ દિવસ પસાર થશે તેમ-તેમ એની ગંભીરતા વધતી જશે. કાળજી લેજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ ઘણો ઉત્સાહભર્યો રહેશે. સ્વજનોની નિકટ જવા માટે આ દિવસનો ઉપયોગ કરવો અને તેમની જોડે પ્રસન્નતાપૂર્ણ સમય ગાળવો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે રાબેતા મુજબના કામકાજથી કંટાળીને પરિવર્તન ઝંખશો. વિજાતીય મિત્રો જોડે થોડો સમય ગાળવાથી તમને સારું લાગશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે પોતાનો દાખલો આપીને હાથ નીચેના માણસોને માર્ગદર્શન આપો એ સારું કહેવાય. જોકે આમ કરતી વખતે જડ વલણ અપનાવવું નહીં. તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


મહેનતનાં ફળ માણવા માટે સમય સારો છે. આમ કરતી વખતે તમે જીવનનાં વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


રાબેતા મુજબનાં કાર્યો તો આપોઆપ થતાં રહેતાં હોવાથી તમે લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. દિવસના ભાગમાં મહેનત કરશો અને સાંજે પાર્ટીમાં આનંદ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમામ વ્યવહારોમાં, ખાસ કરીને નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી, કારણ કે ગ્રહમાન તમારી તરફેણમાં નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK