આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમારાં કાર્યોમાં સિદ્ધિનો યોગ છે

asrtro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારાં કાર્યોમાં સિદ્ધિનો યોગ છે અને સાથે-સાથે તમને આધ્યાત્મિક બાબતોમાં વિશેષ રસ જાગશે તથા તમે મેડિટેશન કરવા લાગશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે જે કાર્ય હાથમાં લેશો એમાં સફળતા મળવાના ઊજળા સંજોગો છે. આખો દિવસ તમારો ઉત્સાહ ટકી રહેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારો બિઝનેસ ધમધોકાર ચાલશે. સેલ્સ બમણું કે ત્રણગણું થઈ જશે. સાંજના સમયે તમે પ્રિયકરને અનેક ભેટ આપવા માટે લખલૂટ ખર્ચ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે બીજા લોકોનાં કાર્યોનાં પરિણામો તમારે ભોગવવાં પડે એવી સ્થિતિ સર્જા‍શે. એનું કારણ અમુક ગેરસમજ છે. જોકે આ ઘટનાને લીધે તમને કેટલાક બોધપાઠ શીખવા મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને ઘણા વખત પછી ઘણી રાહત અનુભવાશે. તમે જડતા છોડીને લવચીક બની ગયા હોવાથી તમને કામકાજમાં આનંદ આવશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારું બુદ્ધિચાતુર્ય ખીલી ઊઠશે તથા તમે ચોકસાઈપૂર્વક કામ કરશો. સામાજિક કાર્યક્રમમાં તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કામના સ્થળે આજનો દિવસ સાનુકૂળ છે. તમે ઘણી જ અસરકારક રીતે અને સમયમર્યાદાની અંદર કામકાજ પૂરાં કરશો. તમારી પીઠ થાબડવામાં આવે એવો યોગ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે દેશ એવો વેશ એ કહેવત પ્રમાણે વર્તવું. તમારા તર્કમાં બેસતું ન હોવા છતાં તમારે સંજોગોને અનુકૂળ થઈને રહેવું. કામકાજ કરવાની આ જ યોગ્ય રીત છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


હાલના તબક્કે જો તમે એકથી બીજી નોકરીમાં કૂદકા માર્યા કરશો તો તમારી પ્રગતિ થવાનો યોગ છે. પહેલાં જે પ્રગતિ કરી શક્યા હોત એના કરતાં વધુ ઝડપે આગળ વધી શકશો. ઉદ્યમ કરવાનું છોડવું નહીં.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારાં આયોજનો ઝીણવટભર્યાં હશે, પરંતુ એમનો અમલ કરવામાં આજે અનેક અવરોધો આવશે. સમય જરા મુશ્કેલ ચાલી રહ્યો છે, પરંતુ એવું થોડો વખત જ રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે લાગણીઓથી દોરવાઈ જવું નહીં. એમ કરવાને બદલે તાર્કિક અભિગમ અપનાવીને તકલીફોથી બચવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારા ખર્ચ વધી રહ્યા હોવાથી તમે ચિંતિત થઈ જશો. જોકે તમે બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવાના પ્રલોભનને ટાળીને ખર્ચ વધતો અટકાવી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK