જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમે પારિવારિક પ્રશ્નોના હલ લાવવામાં વ્યસ્ત રહેશો

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પારિવારિક પ્રશ્નોના હલ લાવવામાં વ્યસ્ત રહેશો અને એને કારણે અમુક બનાવોનો આનંદ નહીં માણી શકો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા મનમાં નિરાશાનાં વાદળ ઘેરાયેલાં રહેશે. બેચેની, સુસ્તી કે માંદગી વર્તાશે. કામ-ધંધે જવાનું માંડી વાળવું અને તબિયતનું ચેક-અપ કરાવવા માટે ડૉક્ટર પાસે જઈ આવવું. વધુપડતો શારીરિક શ્રમ કરવો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પ્રિયકરની પાછળ દીવાના થઈ જશો. તેમની સાથે સમય ગાળવા ઉપરાંત યોગ્ય ભેટ અપાવવા માટે તમે ઉતાવળા બનશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


વિષયસુખ પામવાની ઇચ્છા આજે સતેજ થશે અને તમારું મન બીજે ક્યાંય વાળી નહીં શકાય. જોકે આજના દિવસનાં લક્ષ્યો સિદ્ધ કરી શકાશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા જીવનમાં લાંબો શુષ્ક સમયગાળો ચાલ્યા બાદ હવે સારા બનાવો બનવા માંડશે. ભૂતકાળ ભૂલીને વર્તમાનનું સુખ માણો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે કોઈ આશ્ચર્યકારક બનાવને લીધે તમારો ઉત્સાહ વધી જશે. બિઝનેસ નવી ઊંચાઈઓને આંબશે. નકારાત્મક વિચારોથી સકારાત્મક દિવસ બગાડવો નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ તમારો જ છે અને જો તમે સરકારી નોકરીમાં હો તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. ઉપરીઓ પોતાની ખાનગી વાતો તમારી સમક્ષ કરશે અને તમને મહત્વ મળ્યા જેવું લાગશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે બિઝનેસના સંપર્ક દ્વારા મોટો લાભ મેળવશો. સંયુક્ત સાહસ માટે કોઈકના પર વિશ્વાસ મૂકશો અને લાંબા ગાળે એ તમને ચોક્કસપણે લાભદાયક ઠરશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને મનમાં અને આસપાસના વિશ્વમાં સંપૂર્ણ શાંતિનો અનુભવ થશે. આજના તરંગો એટલા સતેજ છે કે આ શાંતિનો અનુભવ સૌને થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પેચીદી પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢવા માટે પોતાની અંતરસૂઝનો ઉપયોગ કરી શકશો. જો નિકટની કોઈ વ્યક્તિને તમારી મદદની જરૂર હોય તો તરત સહાય કરવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજના અમુક બનાવોથી આશ્ચર્ય સર્જા‍શે. કંઈક અસાધારણ બનવાનો યોગ છે. સાંજના સમયે તમે સામાજિક મેળમિલાપ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે અંગત અને વ્યવસાયી જવાબદારીઓ સરખી રીતે બજાવશો. તમે ઘરની નવેસરથી સજાવટ કરવાનો નિર્ણય લેશો, જેમાં મોટો ખર્ચ થવાની શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK