ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

જીવનમાં આજે તમારી સામે અનેક આકરા પડકારો ઊભા થશે

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જીવનમાં આજે તમારી સામે અનેક આકરા પડકારો ઊભા થશે અને પરિવારજનોના સધિયારા વગર તમે એમાંથી પાર નહીં ઊતરી શકો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગયા આખા અઠવાડિયામાં તમે સખત મહેનત કરી હોવાથી ઊભી થયેલી માનસિક તાણમાંથી રાહત મેળવવા પૂરતો આરામ કરવો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ગ્રાહકો કે સહયોગીઓની વિવિધ માગણીઓને લીધે તમે હેરાન થઈ જશો. ગુસ્સાને કાબૂમાં રાખીને તમે તેમને સંતોષી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે નાણાકીય બાબતોનું જોર રહેશે. તમને ચારે બાજુએથી ધનની પ્રાપ્તિ થશે. જોકે આવક કરતાં જાવક વધારે રહેશે. શક્ય હોય ત્યાં સુધી કરકસર કરવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પોતાના આવેશને બિઝનેસ કે કામકાજમાં ઉપયોગમાં લેવાની આવડત તમારામાં છે. એને લીધે તમે સકારાત્મકતાનો અનુભવ કરી શકશો. વડીલોની વાતો કાને ધરવી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ શાંતિપૂર્વક વીતશે. એને લીધે તમને ફરીથી તાજામાજા થવાનો પૂરતો સમય મળી રહેશે. જોકે તબિયત સાચવવી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી પ્રવૃત્તિઓ પર તમારા પ્રિયકરની અસર રહેશે. કહેવાની જરૂર નથી કે તેઓ તમારો સંગાથ પામીને ઘણા રાજી થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ રોમૅન્ટિક રહેશે. પ્રિયકરની જોડે સરસ મજાનો સમય પસાર કરવાથી આખા અઠવાડિયાનો થાક ઊતરી જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે વારેઘડીએ તમારો પારો આસમાને પહોંચી જશે. કોઈ પણ પગલું ભરતાં પહેલાં દસ વાર વિચાર કરી લેવાનું તમારા હિતમાં રહેશે. નાણાભીડને લીધે તમે વધુ પરેશાન થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સતેજ રહેશે તથા કરુણાની સરવાણી ફૂટી નીકળશે. તમે કોઈને પણ તકલીફમાં જોઈ નહીં શકો અને તેથી તેમને મદદ કરવા દોડી જશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ આજે મળશે. તમારી પ્રતિષ્ઠા ખરડવા માગતા હરીફોથી સાવધ રહેવાની જરૂર છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે લાગણીશીલ અને ભાવુક બની જશો. આ અનુભવ આનંદપ્રદ રહેશે. તમારા વર્તનમાં આવેલું પરિવર્તન સૌને તરત દેખાઈ આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK