ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજનો દિવસ ફળદાયી રહેશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ ફળદાયી રહેશે. જોકે તમે થોડા મિજાજી બની જશો અને હાલમાં બનેલા બનાવો વિશે મનોમંથન કે ચિંતન કરવા માટે એકલા રહેવાનું પસંદ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કામધંધામાં માનસિક તાણ રહેશે, પરંતુ સાંજનો સમય પ્રિયકર સાથે ગાળવાને લીધે તમને જોઈતી રાહત મળી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે સવારના સમયે તમે પારિવારિક બાબતોમાં ગૂંથાયેલા રહેશો, પણ એક વખત એ કામ પૂરાં થઈ ગયા બાદ તમે વ્યવસાયી બાબતો પર લક્ષ એકાગ્ર કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે પર્ફેક્ટ પ્લાનિંગ દ્વારા કામકાજમાં એકધારી પ્રગતિ કરી શકશો. તમે ઘણા સક્ષમ બની જશો અને કોઈ વ્યક્તિ તમારી તોલે નહીં આવી શકે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કારર્કિદીમાં પ્રગતિ કરવાની બાબતે તમે ઘણા સભાન રહેશો અને તેથી જ ખંતપૂર્વક કામકાજ કરશો. તમારા કાર્યની સારી અસર કંપની પર પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે એમ તો તમે ઑફિસમાં પ્રામાણિકપણે કામ કરી રહ્યા હશો, પરંતુ તમારું મન પરિવારના જ વિચારો કર્યે રાખશે. તેમને કેવી રીતે રાજી રાખવા એના વિચાર ચાલી રહ્યા હશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નવું બિઝનેસ-સાહસ શરૂ કરતી વખતે અથવા કરાર કરતી વખતે તમારે સાવચેત રહેવું. ઉપરીઓ કદાચ તમારી ટીકા કરશે. કળપૂર્વક કામ લેવાની તમારી ખાસિયતને લીધે બધું સચવાઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે દૂરદ્રષ્ટા અને બૌદ્ધિક હોવાથી લોકો તમારાં વખાણ કરશે. કહેવાની જરૂર નથી કે એને કારણે તમારો સામાજિક મોભો વધી જશે. લાંબા ગાળાનાં રોકાણોનું આયોજન કરવા માટે દિવસ સારો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં આજે એટલો ઉત્સાહ અને ઉમંગ હશે કે એની અસર સહકર્મચારીઓ પર પણ પડશે. આ સ્થિતિ તમારી કંપની માટે સારી રહેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજના દિવસે ગ્રહમાન તમારી તરફેણમાં છે. તમે સકારાત્મક દૃષ્ટિ રાખીને પોતાની જવાબદારીઓનું વહન કરશો. કહેવાની જરૂર નથી કે તમારી સફળતા નિશ્ચિત છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ઘરમાં અને ઑફિસમાં કોઈ પણ ખટરાગ થશે તો એમાં તમે મધ્યસ્થીની ભૂમિકા અસરદાર રીતે ભજવશો. એને પગલે ફરીથી શાંતિ પ્રસરી જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમે ખૂટતી કડીઓ સાંકળીને પ્રોજેક્ટ્સને એમના નિયત પરિણામ તરફ દોરી જશો. એનાથી ખુશ થઈને ઉપરીઓ તમારી પીઠ થાબડશે. જોકે આ સ્થિતિમાં છકી જવાને બદલે પોતાનું કામ કર્યે રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK