આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજનો દિવસ તમે મિત્રો અને સ્વજનો સાથે હળવાશપૂવર્‍ક વિતાવશો અને તમને જેમાં સૌથી વધુ રસ પડે છે એ જ પ્રવૃત્તિઓ કરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ તમે મિત્રો અને સ્વજનો સાથે હળવાશપૂવર્‍ક વિતાવશો અને તમને જેમાં સૌથી વધુ રસ પડે છે એ જ પ્રવૃત્તિઓ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારી સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ નવી ઊંચાઈઓને આંબશે. એને લીધે કામકાજમાં તમે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી શકશો. વિદેશથી સારા સમાચાર મળવાનો યોગ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા વ્યવસાયી જીવન કરતાં અંગત જિંદગીને વધુ મહત્વ મળશે. તમે કામકાજ બાજુએ મૂકીને નિકટના મિત્રો કે સંબંધીઓ સાથે રિલૅક્સ રહેવામાં સમય ગાળશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે પોતાની સંપત્તિ અને વગનું વરવું પ્રદર્શન કરવા પ્રેરાશો, પરંતુ તમારે એ સમજી લેવું જરૂરી છે કે એનાથી કોઈ હેતુ બર નહીં આવે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારો ઊર્જા‍નો બંધ છલકાઈ જશે. તમે જે કંઈ કરશો એમાં સફળતા નિશ્ચિત છે. જો લોકો તમારા સારા કામની નોંધ લે નહીં તો તમારે મનમાં ઓછું ન આણવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ રોમૅન્સનો રહેશે. સાંજનો સમય કૅન્ડલ-લાઇટ ડિનરનો હશે, જેનો તમે તમારા પ્રિયકર જોડે ભરપૂર આનંદ માણશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારી વ્યવસાયી જિંદગી અંગત જીવન પર હાવી રહેશે. તમે કરકસર કરવા લાગશો અને બિનજરૂરી ખર્ચ ટાળશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે પ્રેમ અને રોમૅન્સ તમારા જીવનમાં કેન્દ્રસ્થાને આવી જશે. તમારામાં ઉત્કટ લાગણીઓનો ધોધ વહેશે અને કુંવારાઓ પરણું-પરણું કરવા લાગશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારું વ્યક્તિત્વ કુદરતી રીતે મોહક છે. સાંજે યોજાયેલા સામાજિક મેળમિલાપના કાર્યક્રમમાં તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે કામધંધામાં વ્યસ્ત રહેશો. તમારી સામે ફાઇલોનો ઢગલો થઈ ગયો હશે. દિવસ પૂરો થવા સુધીમાં તમે સાવ ગૂંચવાઈ જશો અને તમને થાક લાગશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઑફિસની જવાબદારીઓ સુપેરે નિભાવશો, પરંતુ ઉપરીઓ તમારી મહેનતને બિરદાવે એ માટે તમારે થોડા દિવસ રાહ જોવી પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જરૂરિયાતમંદોને મદદરૂપ થવામાં તમે ધન્યતા અનુભવશો. રાબેતા મુજબની સામાજિક જવાબદારીઓ નિભાવશો. તમારી નમ્રતા જોઈને લોકો તમારા પર ઓવારી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK