આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

પોતાનું કામ ઝડપથી પતાવી લેવાનો નિર્ણય લેવો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


પોતાનું કામ ઝડપથી પતાવી લેવાનો નિર્ણય લેવો. બાકીનો સમય પરિવારજનો સાથે, ખાસ કરીને સંતાનો સાથે વિતાવવો. આ રીતે તમે ખુશ રહી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ તમે વ્યસ્ત રહેશો. મહેનત કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ પોતાની તબિયત તરફ દુર્લક્ષ કરીને વધુપડતો શ્રમ કરવાનું ખોટું છે. આમ કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે તમામ સંબંધોને ટકાવી રાખવા માટે ખાસ પ્રયાસ કરવા. લોકો સાથેના વૈચારિક આદાનપ્રદાનથી તમે સમૃદ્ધ બની જશો. જોકે શક્ય હોય ત્યાં સુધી દલીલબાજી ટાળવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


વિરોધીઓની કુટિલ ચાલને પરાસ્ત કરવા માટે તેમના પર બારીક નજર રાખવી. તમે આધ્યાત્મિકતા અને તત્વચિંતન તરફ વળી જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ બિઝનેસ માટેનો પ્રવાસ કરવા સાનુકૂળ છે. અનેક પ્રશ્નોના હલ લાવવા માટે તમારા મગજને ઘણું જ કક્ટ પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે કોઈ અણધાર્યો બનાવ તમને પરેશાન કરશે. પ્રતિકૂળ ઘટનાઓની તમારા પર વધારે અસર થવા દેવી નહીં, કારણ કે બીજા ઘણા સંજોગો આશાસ્પદ છે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કામધંધામાં કટ્ટર સ્પર્ધાને લીધે તમારું કાર્ય મુશ્કેલ બનશે. હરીફો તમારી લાગણીઓ સાથે રમવાની અને તમારી આવડતોની સામે સવાલ ઊભા કરવાની કોશિશ કરશે. સાવધાન રહેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે પારિવારિક જવાબદારીઓ પ્રત્યે પૂરતું લક્ષ આપવું. શક્ય છે કે તમારા લક્ષની કમી હોવાને લીધે પરિવાર હેરાન થતો હોય.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજની ઘટનાઓ તમારી ઇચ્છા મુજબ ઘટશે. કામકાજમાં વધુ બોજ ન હોવાથી રિલૅક્સ રહી શકશો. કૌટુંબિક જીવનના સુમેળને લીધે મન શાંત રહી શકશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જૂના મિત્રો જોડે સંપર્કમાં આવવું. એનાથી તમને ઘણું સારું લાગશે. પ્રસન્ન પ્રેમજીવન તમારી ખુશીમાં ઉમેરો કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કોઈ પણ પરિસ્થિતિનો ટૂંકા ગાળાના લાભની દૃષ્ટિએ વિચાર કરવાને બદલે લાંબા ગાળાની દૃષ્ટિએ વિચાર કરવો. કોઈ પણ પ્રોજેક્ટમાં પૂરતી પૂર્વતૈયારીઓ કરી લીધા બાદ જ આગળ વધવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


શું પરિસ્થિતિ તમારી ધારણા મુજબ આકાર નથી લઈ રહી? ધીરજ રાખજો. મનમાં જે હોય એ કહી દેવાથી તમને ઘણું જ સારું લાગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK