ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

સામાજિક મેળમિલાપ આજનું મુખ્ય કાર્ય હશે.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


સામાજિક મેળમિલાપ આજનું મુખ્ય કાર્ય હશે. તમે જ્યાં જશો ત્યાં સૌનું ધ્યાન આકર્ષિત કરશો. જોકે આટલી વાતથી હરખાઈ જવાની જરૂર નથી. બિનઉત્પાદક પ્રવૃત્તિઓ પાછળ શક્તિ ખર્ચવી નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પોતાના વિચારો અને આઇડિયા મુક્તપણે અને સામેવાળાના ગળે ઊતરી જાય એ રીતે વ્યક્ત કરવા મળે એવો આજનો દિવસ કેવો સારો કહેવાશે! કામના સ્થળે લોકો તમને સહયોગ આપશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયી કામકાજ પર રહેશે. આવામાં લાગણીઓને દૂર જ રાખવી. તમે આંગળી આપો તો આખો હાથ પકડી લે એવા લોકોથી બચીને રહેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આકરી મહેનત કરવી એ આજનો તમારો મુદ્રાલેખ રહેશે. અંગત અને વ્યવસાયી ફરજોમાં તમે ઉત્કૃક્ટ કામગીરી બજાવશો. યાદ રહે, બદલામાં કંઈક મળવાની આશા ઠગારી નીવડી શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમારામાં આજે ઊર્જા‍નો સંચાર થયેલો હશે. જોકે પોતાની ધાક જમાવવાની વૃત્તિ હાનિકારક છે. નમþ બની રહેવું અને નકારાત્મક લાગણીઓને દૂર રાખવી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી પાસે કોઈ કામ ન હોવાથી અથવા કામનું દબાણ ઓછું રહેવાથી તમે એવી બાબતો પર લક્ષ આપી શકશો જે તમારા મનમાં સતત ઘૂમરાયા કરતી હતી. વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા બાહ્ય દેખાવથી ઘણા લોકો અભિભૂત થયેલા છે. હવે આંતરિક સુંદરતા દીપી ઊઠશે. સૌનું ધ્યાન તમારા તરફ હોય એવી સ્થિતિ માટે તૈયાર રહેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાની લાગણીઓ સ્વજનો સમક્ષ વ્યક્ત કરશો. જોકે કોઈ પણ માણસ સામે દિલ ખોલાય નહીં. કોઈ અયોગ્ય માણસ તમારી વાતોનો દુરુપયોગ કરે એ શક્ય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી કંપનીએ તમને નોકરીએ રાખ્યા ત્યારે તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. તમે પોતાની ઉત્તમ કામગીરીથી પુરવાર કરી દીધું છે કે તેઓ ખોટા નહોતા.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ નવા સાહસમાં નાણાં રોકવા માટે સાનુકૂળ છે. જોકે કોઈ પણ કૉન્ટ્રૅક્ટ પર સહી કરતાં પહેલાં નિયમો અને શરતો ઝીણવટભરી દૃષ્ટિએ વાંચી લેવાં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે કામદેવના બાણથી વીંધાઈ જશો. કુંવારાઓને મનનો માણીગર મળવાનો યોગ છે, જ્યારે પરિણીતો જૂના દિવસોની યાદ તાજી કરીને સંબંધને ઘનિષ્ઠ બનાવશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારે આજે રોજ કરતાં વધારે લક્ષ આપીને કામ કરવું પડશે. કામકાજમાં લાગણીઓ ક્યાંય વચ્ચે આવે નહીં એ વાતનું ધ્યાન રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK