શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમે કામકાજ અને મનોરંજન વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કામકાજ અને મનોરંજન વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખશો. જોકે તમારે એ બન્ને બાબતોનું મિશ્રણ કરી દેવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને આજે બધાં કામ ગધ્ધાવૈતરું લાગશે અને તમે એને ટાળવા માટે અવનવા આઇડિયા શોધવાનો પ્રયાસ કરશો. મિત્રો સાથે ટોળટપ્પા કરીને હળવાશ માણજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા વ્યવસાયી જીવન કરતાં અંગત જીવનને પ્રાધાન્ય મળશે. તમે જીવનસાથી સાથેનું સામીપ્ય માણવા ઉપરાંત સંતાનો સાથે સરસ મજાનો સમય ગાળશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને મિત્રો અને પરિવારજનો માટે છુટ્ટા હાથે ખર્ચ કરવાનું મન થશે. જોકે તમારે વ્યવહારુ બનીને ખર્ચ પર મર્યાદા રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના પેચીદા દિવસે અમુક ઘટનાઓને લીધે તમે ગેરમાર્ગે દોરાઈ જાઓ એવી શક્યતા હોવાથી અતિશય સાવચેત રહેવું. આ વાત તમારી અંગત અને વ્યવસાયી બન્ને પ્રકારની બાબતોને લાગુ પડે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે અધૂરાં કાર્યો સંતોષકારક રીતે પૂરાં કરીને તરત જ નવાં કામો હાથમાં લેશો. આનંદપ્રમોદ કરવાનો દિવસ છે. સંતાનોની શૈક્ષણિક પ્રગતિથી તમને હરખ વર્તાશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ તમારા સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે સારો છે. તમે સ્વજનો પર સ્નેહ અને પ્રેમની વર્ષા કરવાની સાથે-સાથે તેમના માટે ખર્ચ પણ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પ્રથમ નજરે લોકોને લાગશે કે તમે અવ્યવસ્થિત છો. જોકે તમને જ ખબર છે કે એ દેખીતી મસ્તીની પાછળ એક વ્યવસ્થિત માણસ છુપાયેલો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા વિચારોની સ્પક્ટતા અને સકારાત્મકતાને લીધે તમે સમસ્યાઓને સહેલાઈથી ઓળખી લેશો. તમારી આસપાસ કેટલાંક ઈર્ષ્યાળુ તત્વો હશે, જેના તરફ દુર્લક્ષ કરવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ અદ્ભુત છે અને તમે લક્ષ્યો અચૂક પાર પાડશો. ઘરમાં પરિવારજનો જોડે સુખેથી રહેશો. બન્ને મોરચે તમારી પ્રશંસા થવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા હાથ નીચેના માણસો તમારી અપેક્ષા મુજબ કામ નહીં કરે. એને લીધે  તમારા કામમાં મોડું થશે. પ્રિયકરના સંગાથે તમને રાહત અનુભવાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારો નેતૃત્વનો ગુણ ખીલી ઊઠશે. તમે સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે ટીમની સફળ આગેવાની કરશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK