ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારા જીવનમાં ઘટનાઓ પર ઘટનાઓ બનતી જશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા જીવનમાં ઘટનાઓ પર ઘટનાઓ બનતી જશે. તમને ઑફિસના કામથી સંતોષ થશે, પરંતુ દોસ્તી-યારીમાં સમસ્યાઓ સર્જા‍ઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે સૌની સાથે હળી-મળીને રહેવાના મૂડમાં હશો અને આસપાસના લોકોમાં તમારો તરવરાટ ઊડીને આંખે વળગશે. જોકે આરોગ્ય તરફ બેધ્યાન રહેવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના દિવસની બે મુખ્ય બાબતો વ્યવસાયી કામકાજ અને રોમૅન્સ રહેશે. તમે પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરશો અને એ બદલ તમારી વાહ-વાહ પણ થશે. સાંજના સમયે તમે કોઈક વિશિક્ટ વ્યક્તિનું તમને આકર્ષણ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે ધનલાભનો યોગ છે. રકમ ભલે ઘણી મોટી ન હોય, પણ લાભ ચોક્કસ મળશે. કામકાજમાં તમને સહયોગીઓનો સાથ મળી રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજુબાજુની સ્થિતિમાં તથા સહયોગીઓના વલણમાં પરિવર્તન લાવવાનો તમારો મિજાજ રહેશે. આંતરસૂઝ પર ભરોસો રાખવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


વિપદાઓથી ડરવું નહીં, કારણ કે એ તો તમને મજબૂત બનાવતી હોય છે. આટલું યાદ રાખવાથી તમે જે મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યા છો એના માટે આવશ્યક હિંમત મળી રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે ઑફિસના નીરસ અને શુષ્ક વાતાવરણને બદલી નાખો એ માટેનો સમય પાકી ગયો છે. કોઈક નવો અને તાજગીસભર ફેરફાર લાવવો. આ પરિવર્તનથી તમને તાજગી વર્તાશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


માનસિક તાણ તમને હેરાન કરી મૂકે એ પહેલાં તમે તાણને દૂર કરવા માટેની રીત જાણી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. ધીરજ રાખવાથી અશક્ય કામ પણ શક્ય બની જતું હોય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારી રોમૅન્ટિક મુલાકાત થવાની શક્યતા છે, પરંતુ એમાં ભારોભાર જોખમ રહેલું છે. શક્ય હોય ત્યાં સુધી આ સંબંધ ટાળજો, કારણ કે બીજા બધા કરતાં તમારી પ્રતિષ્ઠા વધારે મહત્વની છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે રોમૅન્ટિક મૂડમાં હશો અને પ્રિયકર પર ભેટસોગાદોનો વરસાદ કરીને પ્રેમથી ભરપૂર અભિવ્યક્તિ કરી દેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે બે હાથે અનેક કામો કરવાનાં છે. આવામાં તમે ઑફિશ્યલ પ્રવાસે જઈને કંઈક નવીનતા પ્રાપ્ત કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકીને મગજની ક્ષિતિજો વિસ્તારવા માટે આજનો દિવસ પર્ફેક્ટ છે. તમારા મનમાં અદ્ભુત વિચારો આવશે. એની નોંધ કરી લેવાનું ચૂકતા નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy