એક ક્લીક પર જાણો રાશિ ભવિષ્ય

આજનો દિવસ તમારા માટે લાભદાયી છે

astrology

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. જોકે તમારો મૂડ સતત બદલાયા કરશે અને તમે હાલની કેટલીક ઘટનાઓ વિશે ચિંતન કરવા માટે એકલા રહેવાનું પસંદ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કોઈ કામ ફક્ત કરવા માટે જ કરવું નહીં, કારણ કે એમ કરવામાં તમારાં શક્તિ અને સ્રોતોનો વ્યય જ થાય છે. નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ પોતાનાં કાર્યો આગળ વધારવાં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના દિવસનો મોટા ભાગનો સમય સ્વજનોની સારસંભાળ રાખવામાં વીતશે. કામનું દબાણ વધી શકે છે. જોકે તમારા પ્રિયકર તમને કામકાજમાં વધુ સારો દેખાવ કરવાની

પ્રેરણા આપશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. તમે પોતાનાં કાર્યો સહેલાઈથી પાર પાડી શકશો અને ધનલાભ મેળવશો. સહયોગીઓ અને ઉપરીઓ સાથેના સંબંધોમાં સુમેળ સચવાઈ રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે કારકર્દિીમાં પ્રગતિ કરવા બાબતે ઘણા સભાન બની જશો. એનો અર્થ એવો થયો કે તમે ખંતપૂવર્‍ક કામ કરશો, જેની અસર તમારી કંપનીની કામગીરી સુધારવા માટે થશે.

વર્ગો(૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ઑફિસમાં તમે પ્રામાણિકતાપૂવર્‍ક કામ કરતા હશો, છતાં તમારું મન સતત પરિવારજનોને યાદ કર્યે રાખશે. તેમને ખુશ રાખવા માટે શું કરવું એનો તમે વિચાર કરતા રહેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો અને તેમની સાથે સંબંધ ઘનિષ્ઠ બાંધો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે સામાજિક જીવનને પ્રાથમિકતા આપશો. તમારો આખો દિવસ સ્વજનો સાથેના ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં પૂરો થશે. એને કારણે કામધંધો બાજુએ રહી જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં એટલો બધો ઉત્સાહ અને ઉમંગ હશે કે તમારા સહકર્મચારીઓને પણ એની અસર થશે. તમારી કંપની માટે આ સ્થિતિ સારી છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી આદર્શ વ્યક્તિ તમને પોતાનાથી બનતું ઉત્તમ કામ કરવાની પ્રેરણા પૂરી પાડશે. કારકર્દિીની સંભાવનાઓ ધૂંધળી બની જાય નહીં એ માટે દલીલબાજી ટાળવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઘર અને ઑફિસમાં વિખવાદનો અંત લાવવા માટે મધ્યસ્થ બનશો અને હાલની ઘટનાઓને લીધે ડહોળાયેલી શાંતિ ફરી સ્થાપિત કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે મહત્વપૂર્ણ અને વગદાર વ્યક્તિઓ જોડે સારો ઘરોબો કેળવી શકશો અને તેમની મદદથી તમારાં કાર્યો પાર પાડી શકશો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK