શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજના દિવસે તમારે અનેક મીટિંગો, કૉન્ફરન્સો અને ઇન્ટરવ્યુમાં જવાનું હોવાથી સતત ખડેપગે રહેશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના દિવસે તમારે અનેક મીટિંગો, કૉન્ફરન્સો અને ઇન્ટરવ્યુમાં જવાનું હોવાથી સતત ખડેપગે રહેશો. તમને સહયોગીઓ પાસેથી પૂરતો સહકાર ન મળવાને લીધે નિરાશા પણ વર્તાશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પ્રેમી પંખીડાંઓ માટે આજનો દિવસ અતિ સુંદર છે. જેઓ પહેલેથી સંબંધના તાંતણે બંધાયેલા છે તેઓ એને નવા સ્તરે લઈ જઈ શકે છે અને કુંવારાઓ નવો રોમૅન્ટિક સંબંધ બાંધી શકે છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારો બિઝનેસ ધમધોકાર ચાલશે. સેલ્સ બમણું કે ત્રણગણું થઈ શકે છે. સાંજના સમયે તમે પ્રિયકરને આપવાની ભેટ પાછળ લખલૂટ ખર્ચ કરી કાઢશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે સંબંધોને લગતા પ્રશ્નો ખડા થશે. તમે અમુક સંબંધીઓ તરફ લક્ષ નહીં આપો. જોકે એનાથી હતાશ થવાની જરૂર નથી. દુનિયામાં આવું બધું ચાલ્યા કરતું હોય છે.   

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો આખો દિવસ મહેનત કર્યા પછી સાંજના સમયે પ્રિયકર સાથે રાહત માણવાનો યોગ છે. રાત્રિ તો અતિ વિશિક્ટ અને યાદગાર બની રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી સામે આવનારા પડકારોને લીધે તમે શ્રેષ્ઠ કામગીરી બજાવશો. તમે તોફાનની વચ્ચે શાંત રહી શકશો. એટલું જ નહીં, તમારા આપ્તજનો પણ ઘણો જ સધિયારો આપશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના દિવસે લાગણીઓનું જોર રહેશે. મનમાં ધરબી રખાયેલી લાગણીઓને બહાર લાવવા માટે તમે અધીરા બની ગયા હશો. કામના સ્થળે તમને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવે એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારે પોતાના વલણમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. લોકો સાથેના વ્યવહારમાં ઉદ્ધતાઈ દાખવવી નહીં. જેમની સાથે તમારા વિચાર મળતા ન હોય એવા લોકો સાથેના વર્તનમાં મુત્સદ્દીપણું અપનાવવું અને કળપૂર્વક કામ લેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


નવી શરૂઆત કરવા માટે અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે ઉત્તમ દિવસ છે. બઢતી કે પગારવધારાને લીધે તમારો ઉત્સાહ ઑર વધી જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારે વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડવાની હોવાથી તમારું સમયપત્રક એકદમ ભરાઈ જશે. તમારા હરીફો માટે તમારાથી આગળ વધવાનું લગભગ અશક્ય થઈ જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


લોકો તમારા કહ્યા પ્રમાણે વર્તે એવું ઇચ્છતા હો તો તેમની કદર કરવાનું શરૂ કરો. કોઈની પણ અવગણના કરવી નહીં. તેઓ પણ તમને ઓછા આંકે એવું ચલાવી લેવું નહીં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ પેચીદો છે. તમારા પ્રેમજીવનમાં સમસ્યાઓનું પૂર આવી શકે છે. શક્ય હોય ત્યાં સુધી મોકળું મન રાખવું તથા નિખાલસ અને વ્યવહારુ બનવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy