શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમને ચારેકોરથી ભરપૂર પ્રમાણમાં પૈસા મળશે.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને ચારેકોરથી ભરપૂર પ્રમાણમાં પૈસા મળશે. તમારે બિઝનેસનો વિસ્તાર કરવા અથવા સુરક્ષિત ભાવિ માટે રોકાણ કરવા એનો ઉપયોગ કરવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા ખંત અને નખશિખ પ્રોફેશનલિઝમને લીધે લોકો તમારાં વખાણ કરશે. રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ ઝડપથી પ્રગતિ કરી શકશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે શહેરના છેવાડાના વિસ્તારમાં ક્યાંક સપરિવાર પ્રવાસે ઊપડી જાઓ એવો યોગ છે. બચતની રકમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી આસપાસના લોકો તમારા મિજાજી વર્તનથી ગિન્નાયેલા હશે. લોકોની ખામીઓ જોવાની તમારી રીત તેમને નાપસંદ હશે. વધુ વેદિયા થવું નહીં, ફ્લેક્સિબલ બનવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ મિશ્ર ફળ આપનારો હશે. સાંજના સમયે બનનારા સકારાત્મક બનાવોને લીધે સવારની નકારાત્મક ઘટનાઓની અસર ભૂંસાઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમે અભ્યાસમાં સખત મહેનત કરશો અને સાંજના સમયે એટલા જ જોશથી રમતગમતમાં ભાગ લેશો. પડકારોથી મૂંઝાઈ જવું નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી સુષુપ્ત સર્જનશક્તિ આજે ખીલી ઊઠશે. તમે જે કંઈ કરશો એમાં તમારી કલ્પનાશીલતા પ્રતિબિંબિત થશે. તમે એનો નાણાકીય લાભ માટે ઉપયોગ કરવાનો પણ પ્રયાસ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ફળની આશા રાખ્યા વગર મહેનત કરતા રહેવામાં જ સમજદારી છે. માણસનો ધર્મ કામ કરવાનો છે, ફળની આશા રાખવાનો નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ભૂતકાળમાં બની ગયેલી નકારાત્મક ઘટનાઓ વિશે અફસોસ કર્યે રાખવાનો કોઈ અર્થ નથી. આગળ વધો અને શક્તિઓને સન્માર્ગે વાળો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી મહેનત આજે રંગ લાવી હોવાથી તમે પ્રસન્નચિત્ત થઈ જશો. પ્રિયકર તમારા માટે શુકનિયાળ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારા પર કામનો બોજ ઘણો વધારે છે ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે લોકો તમને ઊંધા રવાડે ચડાવીને પોતાનાં કામ તમારા માથે નાખી ન જાય.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સંવાદ સાધવાની આવડત તમારામાં ઘણી સારી છે. તમે અન્યો કરતાં વધુ સારી રીતે અભિવ્યક્તિ કરી શકો છો. જીવનસાથી સાથેના વ્યવહારમાં આજે આ કુશળતા ઉપયોગી નીવડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy