ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે જો તમે અંતરાત્માનો અવાજ સાંભળશો તો વધુ વ્યવહારુ અને તાર્કિક અભિગમ અપનાવી શકશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે જો તમે અંતરાત્માનો અવાજ સાંભળશો તો વધુ વ્યવહારુ અને તાર્કિક અભિગમ અપનાવી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ નીરસ હોવાથી તમે કદાચ પોતાના અસલી મિજાજમાં નહીં હો. તબિયતની સમસ્યા સતાવતી હશે. પૂરતી કાળજી લેવી અને રિલૅક્સ રહેવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે ભૂતકાળમાં સારાં કર્મો કર્યાં હોવાથી આજે સ્વજનો તમને સ્નેહ અને પ્રેમથી ભીંજવી દેશે અને તમારો ઘણો ખ્યાલ રાખશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના પેચીદા દિવસે પ્રતિકૂળ સંજોગોમાં શાંતચિત્ત રહેવાથી તમે એમનો મુકાબલો સારી રીતે કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારે ભૂતકાળ ભૂલીને નવેસરથી સંબંધોનાં સમીકરણો જોડવાં. પ્રેમની હાજરી વર્તાશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા પ્રેમજીવનમાં સમસ્યા સર્જા‍વાની શક્યતા છે. તમામ કાર્યોમાં, ખાસ કરીને બપોરના સમયે સાવધાની રાખવી. પોતાપણું છોડવું નહીં અને આત્મવિશ્વાસથી કામ લેવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


દિવસ જટિલ હોવા છતાં સ્વજનો સાથે ક્યાંક ફરવા જવાનું કે પ્રવાસે જવાનું થશે. તેમની મદદથી તમે બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. તમે પોતાનાં વિચારો અને લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરી શકશો. જીવનનો આનંદ માણો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે સવારથી સાંજ સુધી શાંતિ, સમતુલા અને સુમેળનો અનુભવ થશે. એને લીધે દિવસ સરળતાપૂર્વક અને રિલૅક્સ રહીને પસાર થશે. સુખ વધશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે આકર્ષક અને દેખાવડા લાગવા માટે તમામ પ્રયાસ કરશો. એની પાછળનો ઉદ્દેશ દરેક વ્યક્તિ પર સારો પ્રભાવ પાડવાનો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કોઈ પણ પરિસ્થિતિનો લાંબા ગાળાની દૃષ્ટિએ વિચાર કરવો. ટૂંકા અને ક્ષુલ્લક લાભો પર વધારે ધ્યાન આપવું નહીં. કોઈ પણ સાહસમાં પૂરતી તૈયારીઓ કરી લીધા પછી જ આગળ વધવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જો આજના સંજોગો તમે ધાર્યા પ્રમાણેના ન હોય તો શાંત રહેવું અને મનમાં જે હોય એ કહી દેવું. આ રીતે તમને ઘણી રાહત થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy