શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમે સ્વતંત્રપણે વર્તવા લાગશો

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે સ્વતંત્રપણે વર્તવા લાગશો અને અત્યાર સુધી ઇચ્છવા છતાં કોઈક કારણસર જે કરી શક્યા નહીં એ બધું જ કરવા માંડશો.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આસપાસના લોકોના છૂપા ઇરાદાઓને સમજવા માટે તમારે તેમની વિચારસરણી પાછળની માનસિકતા જાણી લેવાનો પ્રયાસ કરવો પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. આવામાં તમારું ધ્યાન વ્યવસાયી કામકાજને બદલે અંગત જીવન તરફ વધારે હશે. પરિવારજનો જોડે સરસમજાનો સમય વિતાવવાથી તમે આનંદિત રહી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે વિશિક્ટ અને મંગળમય હશે. તમારા ગ્રહમાન દર્શાવે છે કે તમે નવા ઘરમાં રહેવા જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે કામના સ્થળે નોંધપાત્ર પ્રગતિ કરી શકશો. મોંબદલો પ્રાપ્ત કરવાના વિચારો તમારા મનમાં ઘુમરાયા કરશે. ચિંતા કરવી નહીં, આજે નહીં તો કાલે, તમારી ધારણા કરતાં વધારે શિરપાવ મળી રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા મનમાં અત્યારે વિવિધ પ્રકારનાં કાર્યો કરવાની ગડમથલ ચાલી રહી હોવાથી આજે તમારે દરેકની પ્રાથમિકતા નક્કી કરી લેવી, અન્યથા તમને કંઈ હાંસલ નહીં થાય.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ રોમૅન્સનો છે. તમે અંતરમન પ્રિયકર સમક્ષ ઠાલવી શકશો. લગ્નનો પ્રસ્તાવ મૂકી દેવો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે સવારથી જ તમને નિરાશા જેવું લાગ્યા કરશે. જોકે કામનો બોજ એટલોબધો હશે કે તમને નકારાત્મક વિચારો કરવાનો જરાય સમય નહીં મળે. લુચ્ચા સ્વભાવના લોકોથી સાવધાન રહેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


માનસિક તાણ દૂર કરવા માટે અલગ-અલગ લોકોની અલગ-અલગ રીત હોય છે. તમે શૉપિંગ કરવા જઈને અને પોતાના દેખાવની ટાપટીપ કરીને તાણને ભગાવી દો છો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે અતિશય ગંભીર પડકારો વચ્ચે પણ મનની સમતુલા રાખી શકશો. એનાથી તમારા સ્વજનોને આર્ય થશે. કારર્કિદીમાં સ્થિરતાપૂર્વક પ્રગતિ થતી રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ખાસ કરીને સાનુકૂળ પરિવર્તનોનો છે. તમે ઘર કે ઑફિસ બદલાવશો. નવું ઘર કે વાહન ખરીદવા માટે દિવસ શુભ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કલ્પનાશીલ વ્યક્તિઓ ઝડપી પ્રગતિ કરી શકશે, કારણ કે તેઓ પડકારોનો સામી છાતીએ મુકાબલો કરવા તૈયાર હશે. જોકે રિલૅક્સ રહેવાનું તમને નહીં પાલવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK