આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

વિચારોની અસ્પષ્ટતા અને સારા-નરસાનો ભેદ પારખી ન શકવાની સ્થિતિને લીધે તમે સટ્ટાકીય પ્રવૃત્તિઓ તરફ વળી જશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


વિચારોની અસ્પષ્ટતા અને સારા-નરસાનો ભેદ પારખી ન શકવાની સ્થિતિને લીધે તમે સટ્ટાકીય પ્રવૃત્તિઓ તરફ વળી જશો. જો તમે મર્યાદાની અંદર રહેશો તો સારાં વાનાં થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


બે પેઢીઓ વચ્ચે હંમેશાં અંતર રહેતું હોવાથી આજે તમારાં માતા-પિતા સાથે વિખવાદ સર્જા‍શે. તેમને લાગે છે કે તમે ઘણા ફૉર્વર્ડ છો અને તમારા મતે તેઓ ઘણા પછાત છે. આ અંતરને નાજુકતાથી સંભાળી લેવાની જરૂર છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે પ્રિયકર માટેની કોમળ લાગણીઓથી દોરવાઈ જશો, પરંતુ યાદ રહે કે તમારે ઘણું કામ કરવાનું બાકી છે. જોકે તબિયત સંભાળવાનું પણ એટલું જ જરૂરી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


સારા દિવસો તમારી વાટ જોઈ રહ્યા છે. નાણાકીય મોરચે તમારી સ્થિતિ સંપૂર્ણપણે સધ્ધર નહીં હોય. નાણાકીય બાબતે કેટલાક ક્ષુલ્લક પ્રશ્નનો તમારી માનસિક તાણ વધારશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારે ઓછા સમયમાં ઘણાં કાર્યો પાર પાડવાનાં છે, પરંતુ તમે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરીને તમામ કાર્યો પૂરાં કરી દેશો. આવું જ સારું કામ કરતા રહેવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે મહત્વાકાંક્ષી સ્વભાવ અને ઉત્સાહને લીધે ઉત્કૃષ્ટ કામગીરી બજાવશો. દિવસ પૂરો થવાના સમયે કોઈક સામાજિક કાર્યક્રમમાં સહભાગી થઈને તમે રાહતનો શ્વાસ લઈ શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે મોકળું મન રાખીને આસપાસના લોકો સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરશો. બિઝનેસ જામશે અને ભૂતકાળની મહેનતનું પૂરતું ફળ મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાની સામેના પડકારોનો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ છો. આ જ આત્મવિશ્વાસના જોરે તમે દરેક કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ ઘટનાપૂર્ણ રહેશે અને કામના સ્થળે લોકો તમારી પાસેથી એક્સપર્ટ ઍડ્વાઇસ લેવા આવશે. નફો વધવાથી અને બિઝનેસનો વિસ્તાર થવાથી તમે ખુશખુશાલ રહેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જો તમારાં આકરાં વેણ કે અવિચારી વર્તનને લીધે સ્વજનોની લાગણી દુભાઈ ગઈ હોય તો એ ભૂલને સુધારી લેવા માટે ઉત્તમ દિવસ છે. મુક્ત મને ક્ષમા માગી લેવી, માફી મળી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ મુશ્કેલીભર્યો રહેશે. તમે જટિલ પ્રશ્નોના હલ લાવવામાં ગૂંથાયેલા રહેશો. કંઈ વાંધો નહીં, તમે તમામ વિખવાદોને દૂર કરવામાં સફળ નીવડશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના અદ્ભુત દિવસે તમારામાં શક્તિનો ઊભરો આવ્યો હશે. આથી તમને સામાન્ય સંજોગોમાં અઘરાં લાગતાં કાર્યો આજે સરળતાથી પૂરાં થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK