જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમારામાં ઊર્જા‍ અને ઉમંગ છલકાતાં હશે અને તમે દરેક બાબતે સાવધાનીપૂવર્ક વર્તશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારામાં ઊર્જા‍ અને ઉમંગ છલકાતાં હશે અને તમે દરેક બાબતે સાવધાનીપૂવર્ક વર્તશો. કોઈ પણ જવાબદારી લેતાં પહેલાં દરેક પાસું ચકાસી જોવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારી એકાગ્રતા વધતી જશે. મહત્વપૂર્ણ કાર્યો હાથ ધરવા અને લાંબા સમયથી અર્નિણીત રહેલી બાબતોનો નિવેડો લાવવા માટે દિવસ ઉત્તમ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


લાંબા સમયથી અધ્ધર લટકી રહેલા પ્રશ્નો હાથ ધરવા માટે આજનો દિવસ સારો છે. તમારે સંપૂર્ણ શક્તિ વાપરીને બધાં કાર્યો પૂરાં કરી દેવાં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને થોડો થાક વર્તાશે. એથી શક્ય એટલું વહેલું કામ પતાવીને સાંજના સમયે રિલૅક્સ થવા માટે થોડું મેડિટેશન કરી લેવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


રાબેતા મુજબનાં કાર્યોથી ધરાઈ ગયા હોવાને લીધે આજે તમે કંઈક નવું કરવાનો સંકલ્પ લેશો. જોકે સંકલ્પને વળગી રહેવાનું તમારા માટે મુશ્કેલ રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી કળાત્મકતા આજે પ્રગટ થશે. તમે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ડૂબેલા રહેશો અને દરેક કાર્ય ચોક્સાઈપૂવર્કત પાર પાડવાનો પ્રયાસ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન પરથી તમારા માટે કોઈ સકારાત્મક સંકેત મળી રહ્યો ન હોવાથી તમારે ઑફિસની જવાબદારીઓ નિભાવવા બાબતે અતિશય સાવચેત રહેવાની જરૂર છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


રગશિયા ગાડા જેવી જિંદગીથી કંટાળી ગયા હોવાને લીધે તમે સર્જનશક્તિને ખીલવવા દેશો અને જીવનમાં ઉત્સાહ રેડાય એવો કોઈ નવો આઇડિયા શોધી કાઢશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે આજે ખડે પગે રહીને કાર્ય કરવું પડશે. જોકે ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું, અન્યથા એ નિર્ણય ઘણો આકરો પડી શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા જીવનમાં સુવર્ણાક્ષરે લખાશે. તમે સંભવત: જીવનસાથી બની જાય એવી વ્યક્તિને મળશો. તમારો સુખનો સમય શરૂ થઈ રહ્યો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તમારે અંતરાત્મા સાથે એકરૂપ થવાનો પ્રયાસ કરવો. આ સ્થિતિ પામવા માટે મેડિટેશન મદદરૂપ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો સમય પ્રિયકર સમક્ષ દિલ ખોલવા માટે અને હાલમાં ગેરસમજને કારણે સંબંધમાં આવેલી ખટાશને દૂર કરવા માટે યોગ્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK