શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમે પરિવારજનોને જીવનનાં તમામ સુખ આપવાના મૂડમાં હો એવી શક્યતા છે.

astro17

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પરિવારજનોને જીવનનાં તમામ સુખ આપવાના મૂડમાં હો એવી શક્યતા છે. દેખીતી વાત છે કે આ સંજોગોમાં તમારી બૅન્ક-બૅલૅન્સમાં ઘટાડો થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના ગ્રહમાન તમારી તરફેણમાં નહીં હોવા છતાં તમે સ્થિરતાનો અનુભવ કરશો. અનેક સારા બનાવો બનવાનો યોગ છે. તમને પૂરતો સહયોગ પણ મળી રહેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ અનેક તકોથી ભરેલો છે. તમે ઓછામાં ઓછી મહેનતે પોતાનાં તમામ કાર્યો પાર પાડી શકશો. પોતાની વાત અન્યોના ગળે ઉતારવાનું સહેલું નહીં હોય.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા માર્ગમાં અવરોધો આવશે, છતાં તમે એને પાર કરીને પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવામાં સફળ રહેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમને જીવનના અનેક મહત્વપૂર્ણ બોધપાઠ શીખવા મળશે. હંમેશાં વિશાળતાનો વિચાર કરવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા જીવનમાં વળાંક આવવાનો યોગ છે. સારી વાત એ છે કે તમારી આર્થિક સ્થિતિ સધ્ધર હોવાથી ભવિષ્ય બાબતે તમે સલામતી અનુભવી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે પરિવાર જોડે સરસ મજાનો સમય વિતાવવા માગતા હોવાથી વ્યવસાયી જવાબદારીઓને કોરાણે મૂકી દો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારી સર્જનશક્તિ આજે પ્રગટ થશે. એની મદદથી તમે પોતાની કેટલીક સમસ્યાઓના હલ નવા પ્રકારે લાવી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારો દૃષ્ટિકોણ સકારાત્મક હોવાથી તમે કામના સ્થળે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી શકશો. તમે મિત્રો અને પરિવારજનોનું નાનકડું ગેધરિંગ રાખવાનો વિચાર કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે બિઝનેસના વિસ્તાર માટે કોઈકની સાથે ભાગીદારી કરશો. નોકરિયાતો ઉત્તમ કામગીરી બજાવીને પ્રશંસાને પાત્ર બનશે. વિદ્યાર્થીઓ ભાવિ દિશા નક્કી કરી શકશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે છેલ્લા થોડા વખતથી સંપૂર્ણ ક્ષમતાથી કામ કર્યું હોવાથી આજે રાહત મેળવવાના અને શક્તિનો સંચય કરવાના મૂડમાં હશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


લોકો તમારી ઉદારતા અને મદદગાર સ્વભાવને જોઈને તમારી પ્રશંસા કરશે. સારાં કાર્યો કરતાં રહેવાથી સારાં કર્મો બંધાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK