આ છે આજનું રાશિ ભવિષ્ય

તમે મનને શાંત પાડવા માટે એકલા રહેવાનું પસંદ કરશો

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા મગજમાં ભરપૂર આઇડિયા આવશે અને તમે એમાંથી મોટા ભાગનાનો અમલ પણ કરી શકશો. આ સ્થિતિ તમને વ્યવસાયમાં લાભ કરાવી આપશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી દેવા અને કામના સ્થળે પોતાનું કૌશલ્ય દેખાડી આપવું. નવસર્જનની સાથે-સાથે જો તમે વાણીમાં મીઠાશ રાખશો તો બધાને ગમશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


પેચીદા પ્રશ્નો અસરકારક રીતે સંભાળી લેવા માટે તમારે પ્રવાહની સાથે તણાવું જરૂરી છે. ઘટનાઓ જેમ બને છે એમ બનવા દેવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પદ્ધતિસર કામ કરશો, પરંતુ કોઈક અણધાર્યા બનાવને લીધે તમારું આયોજન પડી ભાંગવાની શક્યતા છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમને આસપાસના લોકો પાસેથી પૂરતો સહકાર મળશે. છતાં તમારે પડકારોનો સામનો તો એકલાએ જ કરવો પડશે. જો તમે સકારાત્મક વલણ અપનાવશો તો બધી જ લડાઈઓ જીતી શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે પોતાના કૌશલ્યનો અને ઈશ્વરદત્ત આવડતોનો મહત્તમ ઉપયોગ કરવો. સંબંધોની બાબતોમાં તમે લાગણીથી કામ લેવાને બદલે વિfલેષણાત્મક વલણ અપનાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા સંબંધોની ઘનિષ્ઠતા વધવાનો યોગ છે, કારણ કે તમે સ્વજનો પર સ્નેહની વર્ષા કરશો અને સાથે-સાથે તેમની પાછળ ખર્ચ પણ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને આજે લલચાવનારી બિઝનેસની ઑફર મળશે. જોકે તમારે એનો સ્વીકાર કરતાં પહેલાં નિયમો અને શરતો ધ્યાનપૂવર્‍ક વાંચી લેવાં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે બિઝનેસ માટેની મીટિંગોમાં અને પ્રોડક્ટ્સને આગળ વધારવા માટેના કૅમ્પ્સમાં વ્યસ્ત રહેશો. જો તમે નમþ બનીને રહેશો તો સફળતા તમારી જ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આધ્યાત્મિકતાના ઉન્નત શિખરે પ્રયાણ કરવાનું તમને મન થશે. એની સાથે-સાથે તમને જેની ઘણી જરૂર છે એ માનસિક શાંતિ પણ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે મનને શાંત પાડવા માટે એકલા રહેવાનું પસંદ કરશો. જોકે કોઈ અપ્રિય ઘટનાને લીધે તમારે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે અને નર્મિાણ થનારી પરિસ્થિતિની સાથે પનારો પાડવો પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે એવા કેટલાક ઉપયોગી સંપર્કો કેળવશો જે તમને ભવિષ્યમાં ઉપયોગી ઠરશે. કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર દિવસનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK