શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમે એટલી સફળતા પ્રાપ્ત કરશો કે મોટી રકમ બચાવીને રાખી શકશો.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે એટલી સફળતા પ્રાપ્ત કરશો કે મોટી રકમ બચાવીને રાખી શકશો. ગણેશજી કહે છે કે હાલની મહેનત ભવિષ્યમાં ઊગી નીકળશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે ભવિષ્યની જરૂરિયાતો માટે રૂપિયાની બચત કરવાનું મહત્વ આજે સમજી લેશો. દૈનંદિન કાર્યોમાં બેચેની લાગશે અને આ રોજિંદી ઘટમાળમાંથી બહાર નીકળીને ક્યાંક જવાની તીવþ ઇચ્છા થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આધ્યાત્મિક ઉન્નતિ માટેની તમારી ખેવના હજી પણ અકબંધ છે. તમે જે ઇચ્છો છો એના માટે હિમાલય પર જવાની જરૂર નથી. નજીકનું યોગ-કેન્દ્ર પણ એ ગરજ સારી શકે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારી સામે અનેક પડકારો ઊભા કરશે, પરંતુ તમે એનાથી એક ડગલું આગળ રહેશો. તમારું મગજ એકદમ તીવþ ગતિએ કામ કરશે. તમારે ફક્ત આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ સહેલાઈથી અને આરામથી પસાર થઈ જશે. જોકે તમારે કામકાજના સ્થળે અધૂરાં રહેલાં કામો પર વિશેષ લક્ષ આપવાની જરૂર છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે આર્થિક વિષયો પર લક્ષ કેãન્દ્રત કરશો અને નફો વધારવા માટે પ્રયાસ કરશો એવું ગણેશજી કહે છે. તમે ભવિષ્યમાં સર્જા‍નારી કોઈ પણ કટોકટી માટે પૂરતી જોગવાઈ કરી રાખશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારો જૂનો પ્રેમસંબંધ ફરી સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે; કદાચ તમારા પ્રિયકર તમને સંતોષ થાય એટલો પ્રેમ આપશે. પ્રેમમાં બધું જ શક્ય છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારા જેવા જ વિચારો ધરાવતા લોકોના સંગાથને લીધે તમે આનંદિત રહેશો. આજનો દિવસ ગતિશીલ અને ધબકતો રહેશે, કારણ કે તમારે એક પછી એક અનેક પ્રવૃત્તિઓ કરવાની આવશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે જે સંબંધો બાંધશો એ લાંબા ગાળે લાભદાયક ઠરશે. આજના દિવસના અંતે સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા અને લાગણીશીલતા પ્રગટશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે તમામ નકારાત્મક લાગણીઓને દબાવી રાખવામાં સફળ નીવડશો. એને પગલે તમને એ સમજાઈ જશે કે તમે ભલે પૂરેપૂરી નીતિપૂર્ણ વ્યક્તિ ન હો, સારા માણસ તો જરૂર છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોવાથી કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયોની લાંબા ગાળે અસર થવાની હોવાથી ઉતાવળ જરાપણ નહીં ચાલે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ તમે બિઝનેસ અને પરિવારજનો વચ્ચે કેવી રીતે વહેંચવો એ નક્કી કરવામાં વ્યસ્ત રહેશો. તમારે ઘરે ફક્ત જમવા-સૂવા જવાને બદલે કંઈક અર્થપૂર્ણ કરવાનો સંકલ્પ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK