જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

લગ્નની તૈયારીઓ શરૂ કરવા માટે શુકનિયાળ દિવસ છે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


લગ્નની તૈયારીઓ શરૂ કરવા માટે શુકનિયાળ દિવસ છે. આખરે પરિણયગ્રંથિથી બંધાવાનો દિવસ આવી ગયો હોવાથી તમે ઉત્સાહિત હશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને કામના સ્થળે મહેનત કરવાનો જરાય મૂડ નહીં હોય. તમારી ઇચ્છા તો પ્રિયકરની જોડે સરસ મજાનો સમય પસાર કરવાની છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે જબ્બર આત્મવિશ્વાસ ધરાવો છો તેથી દરેક કાર્ય સહેલાઈથી પૂરું કરશો. તમારી ઈષ્ર્યા કરીને તમારું ઘસાતું બોલનારા સહયોગીઓથી સાવધાન રહેજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે પરિવારમાં તથા કામકાજના સ્થળે તમારા પર કામનું દબાણ વધશે અને એની સાથે-સાથે માનસિક તાણ પણ વધશે. શાંત રહેજો, અન્યથા બાજી બગડી જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઊંચી છલાંગ મારવા ઇચ્છતા હો કે પછી ગાજાંવાજાં કરવાની જરાય ઇચ્છા ન હોય, આજે તમને સફળતા મળશે એ વાત નિશ્ચિત છે. મનોરંજન માટે તમારી સામે ઢગલાબંધ વિકલ્પો મોજૂદ હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા ખર્ચ અનેકગણા વધી જવાથી તમને નાણાભીડ વર્તાશે. તમારી પાસે પૂરતી શક્તિ હોવાથી દરેક ક્ષેત્રે એનો સદુપયોગ કરવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કેટલાક સારા બનાવોને લીધે તમે ખુશખુશાલ રહેશો. ખાસ કરીને ખેલકૂદ કે અભ્યાસમાં સંતાનો કે નાની ઉંમરના કોઈ પરિવારજનની કામગીરીથી તમે ખુશી અનુભવશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારામાં ઉત્સાહ અને ઉમંગ છલકાઈ રહ્યા હોવાથી તમને મહેનતનાં પૂરતાં ફળ ન મળવા છતાં નિરાશા નહીં થાય. યાદ રહે, ધીરજનો ગુણ હંમેશાં સારો હોય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા પર કામનું દબાણ વધવાનું છે, પરંતુ ગ્રહમાન તમારી તરફેણમાં હોવાથી તમારી આગેકૂચમાં ક્યાંય વિઘ્ન નહીં આવે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ગ્રહમાન તમારા માટે સાનુકૂળ ન હોવાથી તમારે સાવધાન રહેવું. તમારે દલીલો કરવાનું ટાળવું. હારની બાજી કદાચ તમારી હશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમને સુસ્તી વર્તાતી હશે અને તેથી તમે અગત્યની ફરજો બજાવવાનું પાછળ ધકેલી દેશો. આ સ્થિતિ થોડો સમય જ રહેશે. આખરે જીત તમારી જ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના દિવસે તમારા માર્ગમાં અનેક અડચણો અને અવરોધો આવવાનાં હોવાથી આસાન કામ પણ મહેનતનું બની જશે. ગ્રહમાન પ્રતિકૂળ હોવાથી મુશ્કેલીઓથી બચીને ચાલજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK