શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

પ્રિયકર સાથેનો સંબંધ વધુ અંતરંગ બનશે.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે ‘એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવો’ જેવી સ્થિતિ હશે અને તમારે બૉસની તથા જીવનસાથીની પરસ્પરવિરોધી માગણીઓ પૂરી કરવી પડશે. આવી સ્થિતિમાં કળપૂર્વક કામ લેવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પ્રિયકર સાથેનો સંબંધ વધુ અંતરંગ બનશે. બપોરના સમયે તમને થોડી નિરાશા વર્તાશે, પરંતુ તમારા મિત્રો અને ભાઈ-ભાંડુઓ ઉત્સાહમાં વૃદ્ધિ કરાવશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે આર્થિક બાબતો ઘણી ચિંતા કરાવનારી બની શકે છે. તમે પોતાને મનગમતી વસ્તુઓ અને વ્યક્તિઓ પ્રત્યે સંરક્ષણાત્મક વલણ અપનાવશો. કામમાં તમને ભરપૂર સંતોષ મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારે પ્રિયકર સાથે થયેલી ગેરસમજને દૂર કરવા માટે સંપૂર્ણ મોકળું મન રાખીને વાતો કરવી જરૂરી છે. મદદરૂપ થનારા સહયોગીઓ બપોરે તમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરાવશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે આજે વ્યવસાયી કામકાજમાં રચ્યાપચ્યા રહેશો. તમારે ભાગીદારીના બિઝનેસ બાબતે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર પડશે. વધુપડતો શ્રમ કરવો નહીં.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે ઘણીબધી મહેનત કરીને એટલુંબધું કામ કરી બતાવશો કે ઑફિસમાં બધાને એનું ઉદાહરણ આપવામાં આવશે. ઉપરીઓ ઇચ્છશે કે તમે હંમેશાં આવું જ કામ કરતા રહો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સરકારી કર્મચારીઓ સાથે કામ કરવાનો તમારો અનુભવ સારો અને લાભદાયી ઠરશે. મોડી સાંજે તમે નિકટના મિત્રો જોડે આનંદપ્રમોદ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારો કરુણાવાન સ્વભાવ પ્રગટ થશે. તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને તકલીફમાં જોશો તો તેમને મદદ કરવા દોડી જશો. પ્રિયકર તમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે એવો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ સાનુકૂળ હોવાથી પ્રિયકરને રીઝવવા અને કોઈક નવી રીતે રોમૅન્સ કરવા આ સ્થિતિનો મહત્તમ લાભ લઈ લેવાનો પ્રયાસ કરવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે ભૂતકાળમાં સરી પડ્યા હશો. બાળપણના મિત્રોની મુલાકાત લઈને જૂના દિવસોની યાદ તાજી કરશો. રોમૅન્સનો પણ યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કાયદાના ક્ષેત્રે કાર્યરત નોકરિયાતો માટે ગ્રહમાન સારા છે. તમે ઘણું ઊંચું લક્ષ્ય રાખશો અને સાથે-સાથે તમારા વિચારોમાં એવી સ્પક્ટતા હશે કે અડધે સુધી પહોંચશો તોય ઘણી મોટી સિદ્ધિ કહેવાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ પ્રાપ્ત કરશો. એમાં વિલંબ ભલે થયો, ‘દેર આયે દુરુસ્ત આયે’ની જેમ એનો સ્વીકાર કરી લેવો. બિઝનેસમેનોને મોટો લાભ થવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK