ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે સંબંધોમાં સલામતી શોધતા હશો. આ ભાવનાને કારણે હવે તમે મજબૂત અને સુર્દીઘ સમય ચાલનારા સંબંધો વિકસાવવા માટે પ્રતિબદ્ધ બની જશો.



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે સંબંધોમાં સલામતી શોધતા હશો. આ ભાવનાને કારણે હવે તમે મજબૂત અને સુર્દીઘ સમય ચાલનારા સંબંધો વિકસાવવા માટે પ્રતિબદ્ધ બની જશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજનો આખો દિવસ સ્વજનો સાથે વીતે એવી શક્યતા છે. તમે ઘરની આંતરિક સજાવટ નવેસરથી કરાવવા પર ધ્યાન આપશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે સ્વચ્છતા અને સુઘડતાના આગ્રહી બની જશો. શારીરિક સ્વચ્છતાથી લઈને ઘરના કબાટો અને આસપાસના પરિસરની સફાઈ પર તમે લક્ષ આપશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમે રિલૅક્સ રહી શકશો અને તમારાં ભાગ્યે જ કોઈ કામ હશે. ઘણા લોકો તમારા જેવી સ્થિતિમાં આવવાની ઇચ્છા ધરાવતા હશે. તમે એકલા રહીને કંટાળી ગયા હશો તેથી કોઈક પ્રવૃત્તિ શોધવા લાગશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આર્થિક બાબતોમાં આજનો દિવસ ઘટનાપૂર્ણ રહેશે. તમારાં રોકાણો પર મોટો નફો મળી શકે છે. એને લીધે તમારું ભંડોળ વધશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે પારિવારિક કાર્યોમાં ગળાડૂબ રહેશો. આ કાર્યોને લગતાં વિવિધ પાસાંને સંભાળવા સમય અને શક્તિ ખર્ચી કાઢશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી સફળતા સ્વજનોને આભારી છે. આથી તમારે તેમના પર સ્નેહની વર્ષા કરીને તેમને દર્શાવી દેવું કે તમે ખરેખર તેમની કદર કરો છો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે બધાં જ અધૂરાં કાર્યો તડાકાબંધ પૂરાં કરી દેશો. સાંજે પ્રિયકર જોડે ઉત્કટ સમય પસાર થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે સકારાત્મક વલણથી જટિલ સમસ્યાઓને પણ સહેલાઈથી સંભાળી લેશો. તમારે જ્યાં ખાસ જરૂર હોય એવી જગ્યાએ પોતાનું કહ્યું કરાવવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ઑફિસમાં તમારી મહેનત તથા ડર્યા વગર સચ્ચાઈ વ્યક્ત કરવાની તમારી હિંમત જોઈને સહયોગીઓ તમારી પ્રશંસા કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી સ્વયંસ્ફુરણા કંઈક કહેતી હશે અને તર્કબુદ્ધિ કંઈક જુદું કહેતી હશે. ગંભીરપણે મનોમંથન કરીને બન્ને વચ્ચે સંતુલન સાધવું. આર્થિક દ્રષ્ટિએ સમય સાનુકૂળ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે હાલ ભલે ઘણી મહેનત કરશો, પરંતુ એનું તત્કાળ ફળ કે શિરપાવ નહીં મળે. જોકે લાંબા ગાળે એ જરૂર મળશે. મક્કમતાપૂર્વક કામ કર્યે રાખવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK