જાણો તમારું રાશિ ભવિષ્ય

લોકો સાથેના આજના તમારા વ્યવહારો લાગણીભર્યા રહેશે



એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે હળવા મૂડમાં હશો અને આખો દિવસ મિત્રો તથા સ્વજનો સાથે વિતાવશો. ઉપરાંત પોતાને જેમાં સૌથી વધુ રસ પડે છે એવી પ્રવૃત્તિઓ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને પોતાની ધાક જમાવવાની ઇચ્છા થશે અને જુનિયરો એનો ભોગ બનશે એટલે સાવચેત રહેજો. જો તેમને લાગશે કે તમારું વર્તન ગેરવાજબી છે તો તમે સારા માણસો ગુમાવી બેસશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


લોકો સાથેના આજના તમારા વ્યવહારો લાગણીભર્યા રહેશે. તેઓ પણ તમારી લાગણીની કદર કરીને એવું જ વર્તન તમારી સાથે કરશે અને તમને એનો આનંદ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે લાંબા સમયથી સેવેલી આકાંક્ષાઓ આજે બર આવવાનો યોગ છે. તમારે આ વાત પર ઉજવણી કરી લેવી જોઈએ. જોકે એ પતી ગયા બાદ શાંત બેસી રહેતા નહીં. નવા પ્રોજેક્ટ્સ માટેનું આયોજન શરૂ કરી દેજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારો ઊર્જા‍નો ખજાનો ઊભરાઈ રહ્યો છે. તમે જે કામ હાથમાં લેશો એમાં સિદ્ધિને વરશો. જો લોકો તમારા સારા કામની કદર કરતા ન હોય તો તેમના તરફ દુર્લક્ષ કરજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


નસીબની દેવી આજે તમારા પર મહેરબાન રહેશે. એને લીધે તમને વિદેશથી સારા સમાચાર મળી શકે છે. રોમૅન્સ માટે સાનુકૂળ સમય છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે અંગત જીવન કરતાં વ્યવસાયી જીવનને વધુ મહત્વ આપશો. નાણાકીય મોરચે તમે કરકસર કરશો અને બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પ્રેમ અને રોમૅન્સ આજે મુખ્ય પ્રવૃત્તિઓ રહેશે. તમારી ઉત્કટતાનો પ્યાલો છલકાઈ રહ્યો છે. કુંવારાઓ પરણું-પરણું કરશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા કુદરતી કરિશ્માને લીધે સાંજના સમયે થનારા સામાજિક કાર્યક્રમમાં તમે સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે કામધંધામાં એટલા બધા વ્યસ્ત રહેશો કે કામનો બોજ જરાય ઓછો નહીં થાય. સાંજ સુધીમાં તો તમે થાકીને લોથપોથ થઈ ગયા હશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઑફિસનાં રોજિંદાં કાર્યો કરવામાં જરાય પાછીપાની નહીં કરો, પરંતુ ઉપરીઓ તમારા પ્રયાસની કદર કરે એના માટે તમારે હજી થોડી રાહ જોવી પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના દિવસે કોઈ નોંધનીય ઘટના નહીં બને. આથી તમે જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો આનંદ લેશો.તમે રાબેતા મુજબની સામાજિક જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK