શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમે અન્યોના જીવનમાં પરિવર્તન લાવવા સક્ષમ છો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે અન્યોના જીવનમાં પરિવર્તન લાવવા સક્ષમ છો. વિચારશીલ અને વ્યવહારુ વ્યક્તિ હોવાને કારણે બૉસ, સહયોગી, વાલી કે પ્રિયકર એ દરેક ભૂમિકામાં તમારું મહત્વ પહેલાં કરતાં વધારે હશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પરિવારના મોભી તરીકે આરામદાયક સ્થિતિમાં રહેશો. લાગણીના પ્રશ્નોમાં તમારી પરિપક્વતા હાથવગી રહેશે. ઊર્જા‍ અને ઉમંગના સંગાથે તમારે મૂલ્ય વધી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે જાણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો હોય એટલી બધી મહેનત કરશો. તમારી નિષ્ઠાને જોઈએ એટલી દાદ નહીં મળે, પરંતુ ઉપરીઓ અને સહયોગીઓ તમારાં ભરપેટ વખાણ કરશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ અને આહ્લાદક રહેશે એવું ગણેશજી કહે છે. તમે બૉસ અને ઉપરીઓ પાસેથી શીખશો અને કંઈક પ્રાપ્ત કરશો. સહયોગીઓ અને ભાઈભાંડુઓ તમને સંપૂર્ણ સહકાર આપશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારામાં રહેલો ટ્રેડર આજે પ્રગટ થશે. તમે સારી વસ્તુ ઓળખવાની ખૂબીનો ઉપયોગ કરીને ઓછા ભાવે વસ્તુઓ ખરીદશો અને નફો રળીને ઊંચા ભાવે વેચશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે વિચારશીલ બની જશો અને ઉત્કટતા અનુભવશો. આમ છતાં દિવસના મધ્ય ભાગમાં તમે હળવે હલેસે કામ લેશો અને બેદરકાર બની જશો. સરકારી અધિકારીઓ તથા અન્ય નોકરિયાતો માટે દિવસ સકારાત્મકતાથી ભરેલો રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


પરિવાર માટેની કાળજી અન્ય તમામ બાબતો કરતાં વધારે મહત્વની બની રહેશે એવું ગણેશજી કહે છે. તમે જે પારિવારિક જવાબદારીઓ હાથ ધરશો એ બધી પૂરી કરી લેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી કહે છે કે ઘરમાં અને કામના સ્થળે બધું સંતુલિતપણે પાર પડશે અને તમે ઉત્તમ કામગીરી બજાવી શકશો. સાંજ પડ્યે માનસિક કસરત બંધ થઈને મિત્રો અને પરિવારજનો જોડે આનંદપ્રમોદ શરૂ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે ઘરની સજાવટ, સુંદર ચિત્રો અને કળાત્મક વસ્તુઓ પાછળ ખર્ચ કરવાના મૂડમાં છો. ઘરની સજાવટ કરો. ગણેશજી કહે છે કે સફળતા તમારી જ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી આસપાસ ગમે એટલો કોલાહલ હોય, તમે એનાથી જરાય વિચલિત નહીં થાઓ એવું ગણેશજી કહે છે. જોકે તમારા મનમાં ધરબી રાખેલી લાગણીઓને લીધે તમારી તર્કશક્તિ મંદ પડી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ખાસ કરીને જ્યોતિષીઓ, ઉપચાર કરનારાઓ, આધ્યાત્મિક ગુરુઓ માટે શુકનિયાળ રહેશે. કોઈ પણ વ્યક્તિ તમારી સામે પડકાર ફેંકતાં પહેલાં વિચાર કરશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે રાખેલી અપેક્ષાઓ ફળશે અને તેથી જ ધાર્યા મુજબના લાભ મળશે. સ્ટૉકમાર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે પણ સાનુકૂળ દિવસ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK