આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

તમારી ચીજવસ્તુઓ બાબતે આજે તમને શંકા થયા કરશે

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી ચીજવસ્તુઓ બાબતે આજે તમને શંકા થયા કરશે અને તમે કોઈને એ વસ્તુઓ નહીં આપો. કોઈ એક વ્યક્તિને કારણે તમારા મનની આ સ્થિતિ હશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે સવારે ઊઠશો ત્યારથી ઉત્કટ લાગણીઓ ધરાવશો અને રોમૅન્ટિક મૂડમાં હશો. તમને ટાપટીપ કરવાનું મન થશે તેથી તમે પોતાના બાહ્ય દેખાવમાં ફેરફાર કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે સતત તમે દ્વિધામાં ફસાયેલા હશો, કારણ કે તમારો મૂડ વારંવાર બદલાયા કરશે. તમારી માનસિક તાણ ઘણી વધી ગઈ હોવાનું આ પરિણામ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજીની કૃપાથી તમે જે વિચારશો કે જે કામ હાથમાં લેશો એમાં સફળ નીવડશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરશે અને પેન્ડિંગ કામ પૂરાં કરશે. તમે કલ્પનાશીલતાનો ઉત્તમ નમૂનો આપશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઘરગથ્થુ બાબતોમાં વધુ ધ્યાન આપવા લાગશો. તમે ઘરનું રિનોવેશન કરાવવાનો પ્રારંભ કરશો. આખા ઘરનું ફર્નિચર બદલાવી કાઢશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ખાસ કરીને આર્થિક બાબતોમાં તમારી વેપારી કુનેહની કસોટી કરે એવું બીડું ઝડપી લેવું. તમે બીબાંઢાળ નહીં પણ નવા વિચારો કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે તમારામાંથી જે પરણેલા છે અથવા તો પ્રેમમાં છે તેમનો આજનો દિવસ સારો જશે. તમે જીવનસાથી સાથે વધુ સમય ગાળશો અને એ રીતે તમારી નિકટતા વધશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી કહે છે કે તમે ઉજ્જવળ ભવિષ્ય માટે કામ શરૂ કરી દેશો. જોકે તમારે વારંવાર કે તળિયાઝાટક ફેરફારો કરવા નહીં. હાલ હળવે હલેસે કામ લેવામાં જ સાર છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ખાસ કરીને નિકટના લોકોના અસંતોષનો ગણગણાટ તમારા કાને અથડાશે, પરંતુ તમે બધાને ખુશ કરવા જશો તો એ ક્યારેય શક્ય બનવાનું નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી લેવી, જેથી તમે એક પછી એક કાર્ય સંપન્ન્ા કરી શકો. પદ્ધતિસર કામ કરનારા લોકો જ પોતાની મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરી શકે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ભૂતકાળમાં કરેલાં કાર્યોનાં ફળ મળવા લાગશે. તમને હાલ મળેલી સિદ્ધિઓથી સંતોષ માનીને બેસી રહેતા નથી, કારણ કે હજી તમારે લાંબી મજલ કાપવાની છે. આથી મહેનત કરતા રહેજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે દરરોજ સહેલાઈથી જે કાર્યો કરી શકો છો એ કરવાનું આજે ઘણું આકરું લાગશે. તમારા ગ્રહમાન પ્રતિકૂળ થઈ ગયા હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ હશે એવું લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK