આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે કારર્કિદીવિષયક કે નાણાકીય બાબતોમાં નિર્ણયો લેશો.

asrtro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કારર્કિદીવિષયક કે નાણાકીય બાબતોમાં નિર્ણયો લેશો. દિવસના અંતે ક્યાંક ફરવા જઈને તમે તાજામાજા થઈ જશો અને મિત્રોના સંગાથમાં રહીને રાહત અનુભવશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે ઘણું હાંસલ કરી શકશો. જોકે તમારે બિનજરૂરી જોખમો ખેડવાં નહીં. પહેલેથી આયોજન કરીને ચાલવું, કારણ કે તમારી સામે અમુક પડકારો ઊભા થવાની શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારું મન બે વિરોધી દિશાઓમાં દોડતું રહેશે. આ વિરોધાભાસ જેટલો જલદી દૂર થાય એટલું તમારા હિતમાં રહેશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારામાં આજે ઉત્સાહ અને ઉમંગ છલકાઈ રહ્યા હોવાથી કોઈ કામ તમને મોટું નહીં લાગે. એકસાથે અનેક કાર્યો તમે આસાનીથી કરી શકશો અને એની મદદથી સમયમર્યાદાની અંદર જ કામ પૂરાં થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. કળાત્મક ક્ષેત્રે કામ કરનારા લોકોની કામગીરી દીપી ઊઠશે. મિત્રો અને પરિવારજનો સાથે ફરવા જવાનું થાય એવી શક્યતા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે પોતાના મળતાવડા સ્વભાવને લીધે નવા સંપર્કો કેળવશો, જેઓ તમને ભવિષ્યમાં લાભદાયી ઠરશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો મોટા ભાગનો દિવસ મિત્રોના સંગાથમાં વીતશે. તમે કોઈ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે દ્વિધામાં સપડાઈ જશો. એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો, પરંતુ નિર્ણય લેવામાં વિલંબ કરવો નહીં. જોકે ઉતાવળ પણ વધુપડતી કરવી નહીં.

સૅજિટેરિયસ (૨૩નવેમ્બરથી 22 ડિસેમ્બર)


આજે તમને સફળતા મળવાનો યોગ છે, પરંતુ એનાથી તમે છકી જાઓ નહીં એ વાતનું ધ્યાન રાખવું. તમે વ્યવસાયી સહયોગીઓ સાથે કેળવેલા અંગત સંબંધોને પણ ટકાવી રાખવા.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે કરકસરનું વલણ છોડીને પૈસાનો ધુમાડો કરશો. તમને ટૂંક સમયમાં પૈસાનું મૂલ્ય સમજાઈ જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારું નસીબ ચમકશે અને તમે એનો મહત્તમ ઉપયોગ કરવામાં જરાય કચાશ નહીં રાખો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ફરીથી તાજામાજા થઈ જવા માટે તમે ક્યાંક પ્રવાસે ઊપડી જશો. તમે હાલમાં કારર્કિદીમાં થયેલી પ્રગતિથી સંતુક્ટ થઈ ગયા હોવાથી ફરવા જવા માગો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy