જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લેવાનું યાદ રાખજો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લેવાનું યાદ રાખજો. કપરા દિવસના અંતે સાંજનો સમય તમે સપરિવાર આનંદપૂર્વક ગાળશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે ઘણી મુશ્કેલ પસંદગી કરવી પડશે. સારા-નરસાનો ભેદ પારખીને અને પરિપક્વતા રાખીને નિર્ણય લેવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા મગજને બદલે હૃદયનું ધાર્યું થશે. અંગત અને વ્યવસાયી જીવનને લગતા વિવિધ પ્રશ્નો તમારા મગજમાં ઘુમરાયા કરશે અને માનસિક તાણ લાવશે. હળવાશ રાખીને વર્તવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


પ્રેમના તાંતણે બંધાયેલી વ્યક્તિઓ પરિણયગ્રંથિથી બંધાવાનો નિર્ણય લેશે. ગ્રહમાન તમને સાથ આપી રહ્યા હોવાથી કરો કંકુના.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે વ્યવસાયી કાર્યને કેન્દ્રસ્થાને રાખશો. ઉપરીઓની અપેક્ષાઓ વધી જશે એથી એ પૂરી કરવા માટે પોતાનાથી થાય એટલા બધા પ્રયાસ કરી લેવા. જોકે પોતાની જાત ઘસી નાખવાની જરૂર નથી. સાવધ રહેવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમને પોતાની ક્ષમતાઓમાં પૂરેપૂરો વિશ્વાસ હોવાથી તમે કોઈની મદદ લેવાને બદલે પોતાનો ચીલો પાડવાનું પસંદ કરો છો. તમારી નેતૃત્વશક્તિ ખીલી ઊઠશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


વિજાતીય વ્યક્તિઓ તમારી તરફ આકર્ષિત થતી જોઈને લોકોને લાગશે કે તમે મોટા ફ્લર્ટ છો, પરંતુ તમને ખબર છે કે તેમની એ માન્યતા ખોટી છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈની કહેલી વાતો પર વિશ્વાસ કરવો નહીં, કારણ કે એમ કરવા જતાં તમે ગંભીર તકલીફમાં સપડાઈ જાઓ એવું જોખમ છે. તમે જાતે જોયેલી વાત પર જ વિશ્વાસ કરવો. અન્યો કરતાં અલગ વલણ અપનાવવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે ખુશમિજાજ રહેશો અને જ્યાં જશો ત્યાં ખુશી ફેલાવશો. પારિવારિક કાર્યોમાં મદદરૂપ થશો તો જીવનસાથી જોડેનો સંબંધ વધુ ગાઢ બનશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારામાં ખુશીનો ઊભરો આવ્યો હોવાથી તમે જ્યાં જશો ત્યાં સકારાત્મક તરંગો ફેલાવશો. તમને નોકરીમાં સંતોષનો અનુભવ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી એકાગ્રતા અદ્ભુત છે. કામકાજ અને આસપાસના લોકો પ્રત્યેના સકારાત્મક વલણ સાથે એનો સમન્વય થશે તો તમને જ્વલંત સફળતા પ્રાપ્ત થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારા જીવનમાં બધા મોરચે સંપૂર્ણ સુમેળ હોવાથી તમે પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. ઑફિસમાં તમે કાર્યક્ષમતા દાખવી શકશો અને ઘરમાં પ્રેમાળ વ્યક્તિ બની રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK