જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજનો મોટા ભાગનો સમય ઘનિષ્ઠ મિત્રો અને પ્રિયકર જોડે વીતશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો મોટા ભાગનો સમય ઘનિષ્ઠ મિત્રો અને પ્રિયકર જોડે વીતશે. તમારે પ્રેમીને નવેસરથી રીઝવવા પડશે તથા દૂર જઈ રહેલા દોસ્તારોને મનાવી લેવા પડશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે આજે આક્રમક મૂડમાં હોવાથી વાત-વાતમાં ગુસ્સે થઈ જશો. તમારા આ વલણને લીધે તમારા સ્વજનો સાવ ગૂંચવાઈ જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે બેચેન હોવાથી એક કામ પર લાંબા સમય સુધી એકાગ્રતા રાખી નહીં શકો. એકથી બીજું કામ કરતા રહેવું અને નિષ્ઠાપૂર્વક વર્તવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી કારર્કિદીમાં આજે વળાંક આવશે. આંખ અને કાન ખુલ્લાં રાખવાં. અન્યથા કેટલીક સોનેરી તકો તમારા હાથમાંથી નીકળી જશે. કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો નહીં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઘણા વખત સુધી પરિવાર તરફ ધ્યાન આપ્યું નથી. આજનું પ્રતિકૂળ વાતાવરણ એક દિવસની રજા લઈને સ્વજનો સાથે હસીખુશી સમય વિતાવવા માટેનું સારું બહાનું છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે કોઈને આપેલું કરજ પાછું મળવાની શક્યતા છે. તમારી બઢતીનો આનંદ આ હરખમાં ઉમેરો કરશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા સંજોગો ચિંતા ઉપજાવનારા છે. તમે સ્થિર ચિત્ત રાખીને મેડિટેશન કરીને કે યોગ કરીને કે પછી જૉગિંગ કરીને ચિંતા દૂર કરી શકો છો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારે સ્વજનોને ખુશ કરવા માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે. તેમની ઇચ્છા મુજબની વસ્તુઓ અપાવી દેવાથી સારો રસ્તો બીજો કોઈ નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ઑફિસના કામસર પ્રવાસે જવાનો યોગ છે. આ પ્રવાસ સફળ પુરવાર થશે. જોકે તમને ઘરથી દૂર ગયાનો થોડો રંજ થશે, પરંતુ તમે વધારે હેરાન નહીં થાઓ.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે એક વખત કોઈ વાત મનમાં નક્કી કરી લો પછી એને મેળવ્યા વગર જંપતા નથી. આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારી મક્કમતા ઘણી જ વધારે હશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજના શુકનિયાળ દિવસે કોઈ શુભ કામ થવાનું છે. તમારા પગારમાં વૃદ્ધિ કે સારી કૉલેજમાં પ્રવેશ અથવા તો બીજી કોઈ રીતે ધનલાભ થવાનો યોગ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના અદ્ભુત દિવસે તમારે અનેક સામાજિક કાર્યક્રમોમાં જવાનું થશે. સવારના સમયે લગ્ન, બપોરે મિત્રો સાથે ગેટ-ટુગેધર અને સાંજના સમયે ભવ્ય પાર્ટી થશે. મજા કરો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK