નવા વર્ષના પહેલા દિવસે આ છે તમારું રાશિ ભવિષ્ય

ગણેશજી કહે છે કે તમે કરેલી મહેનતનું ફળ મળવા લાગશે.

astro27


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગણેશજી કહે છે કે તમને પ્રેમનાં બાણ વાગવાની શક્યતા છે. તમને પ્રલોભન થઈ આવશે અને તમે એ ભૂલી જશો કે તમારી લાગણીઓ એકતરફી છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને ઓચિંતા અને અપ્રિય આંચકાઓ લાગવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે. તમારું અપમાન થવાની પણ શક્યતા વધારે છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે આજે થોડી બેચેની અનુભવતા હશો અને કોઈ એક કામ પર એકાગ્રતા નહીં સાધી શકો. ઊલટાનું તમે એક પ્રોજેક્ટ મૂકીને બીજામાં કામે વળગશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


લોકોના વિચારો પર અસર કરવાની તમારી આવડતનો આજે તમે લાભ લેશો. કામના સ્થળે તમારી વાક્પટુતાને બધા લોકો સ્વીકારી લેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ભલે હવામાનને દોષ આપો, પણ હકીકત એ છે કે આજે તમારી પોતાની જ સ્થિતિ ડામાડોળ હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના તમારી રાશિના ગ્રહમાન દર્શાવે છે કે તમે કામના સ્થળે તમારી ઇચ્છા મુજબના ફેરફારો લાવી શકશો. પુષ્કળ રોકડની આવક થશે અને તમારા સ્વજનો રાજી થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે તમે કરેલી મહેનતનું ફળ મળવા લાગશે. બિઝનેસ કરનારાઓ માટે દિવસ લાભદાયી છે

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારી સહનશીલતા ગજબની છે અને આશાવાદ અખૂટ છે. વ્યવસાયમાં તમે લોખંડી પુરુષ જેવા છો. હૃદયથી કૂણા અને મગજથી વજ્ર સમાન છો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે આખરી પરિણામ તમારી ધારણા પ્રમાણેનું નહીં હોય, પરંતુ પ્રિયકર સાથે પ્રસન્ન સાંજ વીતવાથી તમારો મૂડ સુધરી જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારી સર્જનશીલતા બહાર આવશે અને તમે ભરપૂર ક્ષમતા ધરાવો છો એ વાત પુરવાર કરી બતાવશો. ગણેશજીનું ભવિષ્યકથન છે કે દિવસ સારો રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે સ્વચ્છતા લાવવા માટે કમર કસી લેશો. બધી અસ્પક્ટ સ્થિતિઓ દૂર થઈને વધુ સ્પક્ટતા આવશે અને તમારે ખરેખર શું કરવાનું છે એ સમજાઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમે છેલ્લા થોડા સમયથી જે અણગમો ધરાવો છો અને કારણે તમે તમારી ટીકાને સહન નહીં કરી શકો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK