જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજના દિવસે તમારામાં શક્તિનો સંચાર થશે અને નિયતિએ લખેલા દરેક લેખનો મુકાબલો કરવા માટેનો આત્મવિશ્વાસ તમારામાં છલકાતો હશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના દિવસે તમારામાં શક્તિનો સંચાર થશે અને નિયતિએ લખેલા દરેક લેખનો મુકાબલો કરવા માટેનો આત્મવિશ્વાસ તમારામાં છલકાતો હશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


મુશ્કેલ સમયમાંથી હેમખેમ પાર ઊતરવા માટે આજે તમારે સ્વજનોના સંગાથે રહેવાનો પ્રયાસ કરવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


સ્વજનો તમારા પર સ્નેહની વર્ષા કરશે એ સ્થિતિને આજે તમે માણી શકશો. જોકે તમારે આર્થિક સ્થિતિ પર પણ લક્ષ આપવાની જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે મુશ્કેલ સમયમાંથી માર્ગ કાઢવા ઝઝૂમી રહ્યા છો એવા વખતે નસીબ તમને યારી આપશે. સ્વજનોને તમારી લાગણીની સચ્ચાઈ દેખાઈ આવશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પારિવારિક પ્રશ્નો હલ કરવા માટે તમારે દરેકને વિશ્વાસમાં લેવા અને તેમનું મંતવ્ય માગવું. પૂર્વગ્રહયુક્ત વર્તન કરવું નહીં. સમજદારીપૂર્વક નિર્ણય લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે અંગત અને વ્યવસાયી જીવન વચ્ચે જે સંપૂર્ણ સંતુલન રાખો છો એ જોઈને લોકો તમારાં વખાણ કરશે. પ્રિયકર જોડેનો સમય રોમાંચક રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે આનંદથી ઝૂમી રહ્યા હશો અને તમારામાં ઉમંગ છલકાઈ રહ્યો હશે. તમે લલિત કળામાં હાથ અજમાવો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારા ઘરે થનારા મિત્રો-પરિવારજનોના સ્નેહમિલનને લીધે તમે અતિ ઉત્સાહી બની જશો. તમારા મનની માણીગર વ્યક્તિ સાથે ભેટો થવાનો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારાં કાર્યોમાં મહત્વાકાંક્ષા ઝળકશે અને તમે વ્યવસાય તથા આકાંક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કપરા સમયમાંથી બહાર આવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે તમારે નિયતિએ જે ધાર્યું હોય એ થવા દેવું અને ઉપરવાળા પર ભરોસો રાખવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે જીવનના દરેક ક્ષેત્રે ઝમકદાર કામગીરી બજાવશો. તમારો કરિશ્મા આસપાસના સૌ લોકો પર છવાઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કુંવારાઓ માટે દિવસ સારો છે. તેમને યોગ્ય જીવનસાથી મળી જવાનો યોગ છે. તમારી સામે આવેલી તમામ તકોનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK