જાણો સાપ્તાહિક રાશિફળ

આજે તમારા જીવનમાં અણધાર્યા વળાંકો આવશે અને સાનંદાર્યો સર્જા‍શે


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


વાતને જતી કરવાની તમારી ખૂબી આજે તમારા અંગત તથા વ્યવસાયી જીવનમાં જોવા મળશે. આજનો દિવસ તમારા માટે નોંધનીય બની રહેવાની સંભાવના છે. આગામી સપ્તાહ : સ્વજનો સાથેના સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરતી વખતે વ્યવહારુ અભિગમ અપનાવવો. તમારે આરોગ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. જો તમને માંદગી વર્તાતી હોય તો એનો ઉપચાર કરાવવો.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે પોતાનાં હિતો તરફ લક્ષ આપવાની જરૂર છે. અન્યથા તમે ભૂલો કરી બેસશો અને નકામા દુખી થઈ જશો. પોતાની શક્તિઓને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ તરફ વાળવી. આગામી સપ્તાહ : પ્રાથમિક શિક્ષણ લેતા હોય કે ઉચ્ચાભ્યાસ કરી રહ્યા હોય, તમામ વિદ્યાર્થીઓએ ભણતર પર ધ્યાન આપવું આવશ્યક છે. મહેનત કરીને સારા ગુણ મેળવવા માટે સારો સમય છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારે રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઈ જવાની જરૂર છે, કારણ કે આ રીતે તમે પોતાના સમયનો સદુપયોગ કરી શકશો અને માનસિક તાણથી બચી શકશો. આગામી સપ્તાહ : આ સપ્તાહે તબિયત પર ધ્યાન આપજો. ખાસ તો ડાયાબિટીઝના દરદીઓએ ખાણી-પીણી પર ધ્યાન આપવું અને ડૉક્ટરે કહેલી પરેજી પાળવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાનો યોગ છે. લોકો તમારા વ્યક્તિત્વનાં વખાણ કરશે અને તમારું અનુકરણ કરવાનો પ્રયાસ કરશે. આજનો દિવસ અતિશય લાભદાયી પણ છે. આગામી સપ્તાહ : આ અઠવાડિયે તમે જીવનશૈલીમાં સુધારણા લાવવા ઉપરાંત ઉચ્ચભ્રૂ વર્ગ સાથે ઊઠવા-બેસવાનું રાખશો. જોકે સંતાન ઇચ્છુક યુગલોને ઇચ્છા પૂરી કરવામાં તકલીફ નડી શકે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી નાણાકીય મુશ્કેલીઓનો હવે અંત આવશે. તમારે લાંબા ગાળાનાં લક્ષ્યો પર નજર રાખીને ચાલવાની જરૂર છે. એકંદરે આખો દિવસ પ્રગતિશીલ રહેશે એમ ગણેશજી કહે છે. આગામી સપ્તાહ : તમે ઘરનું રાચરચીલું બદલી નાખો એવી શક્યતા છે. કરુણાવાન સ્વભાવ પ્રગટ થવાથી આ અઠવાડિયે તમે સખાવતી પ્રવૃત્તિ કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા જીવનમાં અણધાર્યા વળાંકો આવશે અને સાનંદાર્યો સર્જા‍શે. તમે સ્વજનો સાથે ફરવા નીકળી પડશો. આ પ્રવાસ ફળદાયી નીવડશે. આગામી સપ્તાહ : આ સપ્તાહે રોજિંદાં કાર્યોમાં તકલીફ નડી શકે છે. તમારી આદતો પાછળનો ખર્ચ વધવાની શક્યતા છે. તબિયતનું અને સલામતીનું ધ્યાન રાખવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમને વિદેશથી સારા સમાચાર મળવાનો યોગ છે. એનાથી તમે ખુશખુશાલ થઈ જશો. નોકરીની શોધ કરી રહેલા જાતકોને પણ શુભ સમાચાર મળશે. આગામી સપ્તાહ : આ અઠવાડિયે તમારા બૅન્ક-બૅલૅન્સમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. પરિવારજનો સાથે હળી-મળીને રહેવા માટે સરસ મજાનો સમય છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ચિંતાઓને કારણે તમારું મગજ ભ્રમિત થઈ જશે અને એને પગલે ઉત્સાહ મોળો પડશે. જીવનમાં બીજી અનેક સારી વસ્તુઓ પણ છે એટલે ચિંતાઓ કોરી ખાય નહીં એ વાતની તકેદારી લેવી. આગામી સપ્તાહ : તમને નક્કર કે બીજા લાભ થવાનો યોગ છે. કારકર્દિી અને આર્થિક બાબતોને તમે પ્રાથમિકતા આપશો.


સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામની વાત આવે ત્યારે તમે મક્કમ અને નિષ્ઠાવાન બની જાઓ છો. તમારી સામે ફાઇલોનો ઢગલો પડ્યો હોય અને ઘણુંબધું કામ માથે હોય એવી સ્થિતિમાં પણ તમે આ ગુણ છોડતા નથી. આગામી સપ્તાહ : તમારું જીવનધોરણ ઘણું ઊઠચું છે, પરંતુ તમે પોતાના ખર્ચ સહેલાઈથી નિભાવી શકશો. જોકે તમે સખાવતી કાર્યો પણ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી સામે અધૂરાં કાર્યોનો ખડકલો થઈ ગયો છે અને તમે બમણા જોરથી કામ કરશો તો પણ એનો પાર નહીં આવે. તમારે કદાચ ફિલ્મ જોવા જવાનો પ્લાન પણ પડતો મૂકવો પડશે. આગામી સપ્તાહ : પદ્ધતિસર અને સુવ્યવસ્થિત જીવન જીવવાનું શરૂ કરવા માટે સારો સમય છે. આ રીતે તમે સરળતાથી કામ કરી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આ દુનિયામાં સારાં પરિવર્તનો લાવવાની અદમ્ય ઇચ્છા સાથે તમે નવા-નવા આઇડિયા લઈ આવશો. આગામી સપ્તાહ : તમારા પર ઓચિંતો ખર્ચ આવી પડવાને લીધે બચતની રકમ ઓછી પડી શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો એવું ગણેશજી કહે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે આજે જે નવાં સાહસો કરવાનું ઠેરવશો એમાં વિકાસ કરવાની ઉજ્જવળ સંભાવના હોવાનું ગણેશજી કહે છે. પોતાનાં આયોજનોનો અમલ કરવા માટે પણ સારો સમય છે. આગામી સપ્તાહ : ગણેશજી કહે છે કે બિનજરૂરી ખર્ચ કરવા લાગી જતા નહીં. જો તમે તાકીદની જરૂરિયાત માટે થોડું ભંડોળ બચાવી શકશો તો ઘણું સારું કહેવાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK