શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમે સાહસી મિજાજમાં હશો.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે સાહસી મિજાજમાં હશો. ટ્રૅકિંગ કરવા કે અવનવા સ્થળના પ્રવાસે જવાનો યોગ છે. સાંજ સુધીમાં ઘરે હેમખેમ પહોંચી જવાય એ વાતનું ધ્યાન રાખવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે રોમૅન્સની તકો શોધવાની આવશે ત્યારે તમે ઘણા સતર્ક થઈ જશો. એકાદી તક મળી રહેવાનો યોગ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે આરોગ્યની બાબતે ઘણા જ સભાન બની જશો અને આરોગ્યપૂર્ણ જીવનશૈલી અપનાવશો. નવી નોકરી મળવાનો યોગ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


એમ તો તમે કોઈ અપ્રિય વચન કહેવાના નથી, પરંતુ તમારા અવાજની કડકાશને લીધે કોઈને માઠું લાગી શકે છે. વ્યવહારમાં નમþતા રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ તમારા પર કામનો વધારેપડતો બોજ હશે, પરંતુ કામ તાકીદે પૂરું કરવાની જરૂર નહીં હોવાથી તમે વધારે ધીમી પણ નહીં અને વધારે ઝડપી પણ નહીં એવી પોતાની ગતિ નક્કી કરીને આગળ વધશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના દિવસે તમારે અંગત જીવન પર પુષ્કળ ધ્યાન આપવું પડશે. જેમની પરીક્ષાઓ આવી રહી છે એ જાતકોએ ઉજાગરા કરીને પણ ભણવું પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારી તરફેણમાં છે આથી તમારા વિરોધીઓ ગમે એટલા ઉધામા લેશે, તમને કોઈ હાનિ પહોંચાડી નહીં શકે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ખરીદેલું નવું ઘર કે વાહન નિર્ધારિત તારીખની પહેલાં જ કબજા માટે તૈયાર હશે. તમારા માટે આ સાનંદાર્ય હશે. વળી, એનાથી તમારા પૈસાની પણ બચત થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી શક્તિ ખૂટી રહી હોવાથી અને ગ્રહમાન કંઈ જ રસપ્રદ થવાનો સંકેત આપતા નહીં હોવાથી તમારે રિલૅક્સ રહેવું. આવતી કાલ સારી ઊગશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારે કામના સ્થળે પોતાની ક્ષમતાઓ પુરવાર કરી બતાવવી પડશે. તમારા મગજમાં લાંબા સમયથી ઘુમરાઈ રહેલા સવાલોના જવાબ મળી રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઉત્સાહ અને ઉમંગથી કામ લેશો તો લક્ષ્યો પાર પાડી શકશો. આસપાસ થઈ રહેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને પોતાના જ્ઞાનનો અન્યોને લાભ આપવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નવા પ્રોજેક્ટને લીધે તમારે વધુ પ્રવાસ અને વધુ મહેનત કરવી પડશે. એક વખત મજબૂત પાયો રચાઈ જશે પછી બધું કામ આસાન થઈ જશે. ચિંતા કરવી નહીં, તમારી કંપની તમારું ઘણું ધ્યાન રાખશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK