ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમને મંત્ર-તંત્રમાં રુચિ જાગશે અને તમે એનો અભ્યાસ કરવામાં ઘણો બધો સમય ગાળશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને મંત્ર-તંત્રમાં રુચિ જાગશે અને તમે એનો અભ્યાસ કરવામાં ઘણો બધો સમય ગાળશો. એનો ઉપયોગ કોઈને હાનિ પહોંચાડવા માટે કરવો નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા પર કામનો બોજ વધવાનો છે, પરંતુ ચિંતા કરવી નહીં, કારણ કે સ્વજનો તમને સંપૂર્ણ સહયોગ આપશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે લાગણીઓની અને જીવનની ધુરા પોતાના હાથમાં લઈ લેવી. અંગત સંબંધોની બાબતે સાવધાન રહેવું. પ્રિયકર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે સમય યોગ્ય નથી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે દિવસ સાનુકૂળ હોવાથી તમે મુક્તવિહાર કરનારા પંખી બની જશો. તમને નવાં ગૅજેટની સાથે રમવાનું ગમશે અને સાંજના સમયે પ્રિયકર સાથેનો રોમૅન્સ ઝંખશો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કોઈ પણ ગાજાંવાજાં કર્યા વગર તમે મહેનત કર્યા બાદ હવે પોતાની હાજરીની નોંધ લેવડાવશો. બૉસ તમારી પીઠ થાબડશે જેથી તમારો આનંદ બમણો થઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


લોકોને આજે એમ જ લાગશે કે તમે એકદમ કામઢા થઈ ગયા છો, પરંતુ તમને જ ખબર છે કે આવું ક્યારેક જ થતું હોય છે. ટૂંક સમયમાં તમે પોતાની અસલી રફ્તાર પર આવી જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે એકદમ નમ્ર બનીને ઉપરીઓ તથા વડીલોએ કહેલી ડહાપણની વાતોને ધ્યાનમાં લેવી. કાનૂની ઝમેલામાં પડવું નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને પ્રેમનાં બાણ વાગ્યાં હોવાથી વિજાતિય વ્યક્તિઓ પ્રત્યેનું આકર્ષણ અદમ્ય રહેશે. વધુ રોમૅન્ટિક થઈને લપસી જતા નહીં. જીવનસાથી મળવાનો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ અદ્ભુત છે. તમે કેટલાંક પેચીદાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. એને લીધે લોકો તમારી પ્રશંસા કરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે સવારે ઉઠો એ ઘડીથી લઈને રાતે સૂઈ જાઓ એ ઘડી સુધીમાં તમે બૉસની મોટા ભાગની અપેક્ષાઓને સંતોષી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે નાણાકીય બાબતોમાં ગુંથાયેલા રહેશો. વધુ કમાણી કરવા માટે થોડી વધુ મહેનત કરવી. પાર્ટટાઇમ જૉબ કરવાથી તમારો ઉદ્દેશ પાર પડી શકશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે કામમાં ગળાડૂબ રહેશો અને તમામ પારિવારિક જવાબદારીઓ તરફ દુર્લક્ષ કરશો. જોકે એ કમી પણ ટૂંક સમયમાં પૂરી કરી લેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK