ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમે પોતાના સંજોગોને તથા સ્વજનોને વધુ સારી રીતે સમજવા માટે અંતરમનમાં ડોકિયું કરવાના મૂડમાં હશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે પોતાના સંજોગોને તથા સ્વજનોને વધુ સારી રીતે સમજવા માટે અંતરમનમાં ડોકિયું કરવાના મૂડમાં હશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


જો તમે ઉચ્ચાભ્યાસ કરવા માટે કે સંશોધનાત્મક અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હો અને તમારી શૈક્ષણિક સંસ્થામાં અદ્યતન સુવિધા હોય એવી આશા રાખશો તો નિરાશા સાંપડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે સવારના ભાગમાં તમે પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, પરંતુ એ કામ પૂરાં થઈ ગયા પછી તમે અન્ય કામકાજ પર સંપૂર્ણ લક્ષ આપશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા મગજને બદલે મનનું કહ્યું થશે. તમે કરુણાવાન થઈને સમાજના વંચિત વર્ગને મદદરૂપ થવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કામના સ્થળે તમને પોતાનું ગજું બતાવવાની અનેક તક મળશે અને તમે ઝડપી પ્રગતિ કરશો. તબિયત તમને ચિંતા કરાવશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે આકરી મહેનત કરવાની માનસિક તૈયારી રાખવી. ઉપરીઓ તમને વખાણે એવી અપેક્ષા રાખવી નહીં. અન્યથા તમારે નિરાશ થવાનો વખત આવશે. તમારું કામ જ તમારો શિરપાવ છે એવું માનીને પોતાનું કાર્ય કર્યે રાખવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા જેવી વિચારસરણી ધરાવતા લોકો સાથે આજે તમારી મુલાકાત થશે. તમે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો અને પોતાના મનની વાતો કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ધીમું કામ કરનારી વ્યક્તિ છો, પરંતુ તમારા ઉપરીઓને ખબર છે કે તમે પૂરા દિલથી કામ કરો છો. તેઓ તમને તમારી રીતે કામ કરવા દેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે જે વાતાવરણમાં કામ કરો છો ત્યાંની કટ્ટર સ્પર્ધાને લીધે તમારે ઘણું સહન કરવું પડશે. નિકટના મિત્રો સાથે સાંજનો સમય આનંદપૂર્વક ગાળીને બધી કમી પૂરી કરી દેવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી મહેનતના જોરે અને નસીબ તમને યારી આપતું હોવાથી તમારી પ્રગતિ થશે. ઈર્ષાળુ તત્વો તમારા પગ ખેંચવાની કોશિશ કરશે. તેમના તરફ દુર્લક્ષ કરવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરનારે પોતાના હિસાબે અને જોખમે એમ કરવું પડશે. તમે તમામ હરીફોને પાછળ રાખી દેશો. આર્થિક દૃષ્ટિએ રાહતભર્યો સમય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી સામે દુષ્કર કાર્યોનો ઢગલો થઈ જશે, પણ જો શ્રદ્ધા અને સબૂરી રાખશો તો તમામ લક્ષ્યો સિદ્ધિ કરી શકાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK