આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમારો ઉદારતાનો ગુણ ખીલી ઊઠશે અને તમે પોતાનું ધન જરૂરિયાતમંદ લોકોમાં વહેંચશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારો ઉદારતાનો ગુણ ખીલી ઊઠશે અને તમે પોતાનું ધન જરૂરિયાતમંદ લોકોમાં વહેંચશો. તેમના આર્શીવાદથી તમારું ભવિષ્ય સુધરી જશે એ વાત નિશ્ચિત છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે અમુક આકરા નિર્ણયો લેવા પડશે, પરંતુ તમારા બહોળા અનુભવને લીધે તમે એ કામ આસાનીથી કરી શકશો. એને પગલે દરેક કાર્ય સરળતાથી પાર પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે સાવ એકલા રહેવાની સ્થિતિનો આનંદ માણવા માટે તલસી રહ્યા છો, પરંતુ આજના ફુરસદના દિવસે તમને એવી તક મળશે ત્યારે તમે પરિવારજનો સાથે રહેવાની ઇચ્છા રાખશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ વિકટ છે અને એને લીધે અમુક અપ્રિય ઘટનાઓ બની શકે છે. ઉપરવાળામાં શ્રદ્ધા રાખશો તો હેમખેમ પાર ઊતરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે સવારના સમયે કોઈ કામ તમારી ઇચ્છા મુજબ નહીં થાય. પરિણામે તમે હતાશા અનુભવશો. જોકે સાંજ સુધીમાં બાજી પલટાઈ જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે હાલમાં પરિવારજનો તરફ દુર્લક્ષ કર્યું છે તેથી એનાથી રહી ગયેલી કમી પૂરી કરવા માટે આજે તમે તેમની સાથે સરસ મજાનો સમય વિતાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા ઘરનું દીવાનખાનું તમને અચાનક નીરસ લાગવા માંડશે. આથી તમે પળવારમાં એના માટે નવું ફર્નિચર મગાવીને સજાવટ બદલી કાઢશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ઘરગથ્થુ કાર્યો માટે કોઈના પર નિર્ભર નહીં રહો, કારણ કે આવાં મહત્વપૂર્ણ કામ પૂરાં કરવા તમે કોઈના પર વિશ્વાસ મૂકી નહીં શકો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે રહીને માનસિક હૂંફ વર્તાશે અને એનાથી તમે તાજામાજા થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાના પરિવારને પ્રાથમિકતા આપશો અને કરુણાવાન બની જશો. એનાથી સ્વજનોને નૈતિક ટેકો મળી રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે આંતરિક શક્તિ અને ધીરજના જોરે તમામ આપદાઓનો સહેલાઈથી સામનો કરી શકશો. લોકો તમારા વિશે જે મત ધરાવે છે એમાં સુધારણા લાવવા માટે પ્રયાસ કરવા.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને કામકાજનો કંટાળો આવી ગયો હશે અને વ્યવસાયના સહયોગીઓથી દૂર રહેવાનું ગમશે, પરંતુ તમારે નાછૂટકે ઑફિસના કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK