આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે પોતાના અસલી મિજાજમાં હશો અને ગ્રહમાન તમારા પર મહેરબાન હશે.


astro08

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાના અસલી મિજાજમાં હશો અને ગ્રહમાન તમારા પર મહેરબાન હશે. જોકે પ્રિયકર સાથેની મુલાકાતમાં કંઈક વાંકું પણ પડી શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા જીવનમાં આર્થિક બાબતોને વધુ મહત્વ પ્રાપ્ત થશે. આવા વખતે તમારે વ્યવહારકુશળતા દાખવવી જરૂરી બનશે. લાગણીઓને તાબે થતા નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારામાં શક્તિ ઘણી હશે, પરંતુ ઉમંગની કમી હશે અને આ શક્તિનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે તમે સાશંક હશો. ગુસ્સા પર કાબૂ મેળવવા માટે મેડિટેશન કરવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી કાર્યક્ષમતાને લીધે વ્યવસાયમાં પ્રતિષ્ઠા વધશે. આર્થિક બાબતોનો સવાલ છે ત્યાં સુધી તમારે ફક્ત જરૂરી હોય એવા જ ખર્ચ કરવા.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે બધા જ ગ્રહો તમને સાથ આપશે અને તમે એની મદદથી લોકોને પ્રેરણા આપશો, જેથી તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃક્ટ કામગીરી બજાવી શકે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા હાલના વ્યૂહ ભલે સફળ થયા હોય, તમારે હવે કંઈક નવું વિચારીને બિઝનેસમાં નફો વધારવો પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી સાથે કામ કરનારા લોકો સાથે કડક હાથે કામ લેવાને બદલે તેમને પ્રેરણા આપવી અને તેમનો ઉત્સાહ વધારવો. તમારાથી ઓછી ક્ષમતા ધરાવતા લોકો પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ રાખવી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના કંટાળાજનક દિવસે તમને થાક લાગશે. જોકે સાંજના સમયે બનનારી કોઈક ઘટનાને લીધે તમારો ઉત્સાહ વધશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે પ્રિયકરના સંગાથને માણસો, પરંતુ તેમની પાસેથી વધુપડતી અપેક્ષા રાખવી નહીં. આવું કરશો તો તમારો સંબંધ લાંબો નહીં ટકે. એથી સાવધાન રહેવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારા પર કામનો બોજ એટલોબધો હશે કે તમને એક ઘડીનીય ફુરસદ નહીં મળે. જોકે દિવસના અંતે કંઈક સાર્થક કર્યાનો સંતોષ તમને આનંદિત કરી મૂકશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે સારા સમાચાર મળવાથી તમારો મૂડ સુધરી જશે. એનો સૌથી વધુ લાભ તમારા પરિવારજનોને મળશે, કારણ કે સારા મૂડને લીધે તમે તેમના પર ભેટસોગાદોનો વરસાદ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કામના સ્થળે તમારા ઝઘડા થવાની શક્યતા છે. તમે અહમને વચ્ચે આવવા દો છો કે નહીં એના પર બધું અવલંબે છે. મગજને શાંત રાખવું અને જરૂર હોય ત્યારે જ બોલવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK