ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાં મળવા લાગે એવી સંભાવના છે.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જો તમે કામધંધા માટે પ્રવાસે જવા નીકળ્યા હશો તો પરિવારજનોને યાદ કર્યે રાખશો અને શક્ય એટલા જલદી તેમની પાસે પાછા જવાની ઇચ્છા રાખશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારી સામે કપરા સંજોગો આવીને ઊભા રહેશે, પરંતુ જટિલ પરિસ્થિતિઓને સંભાળી લેવાનો તમારો બહોળો અનુભવ કામે લાગશે. તમે દરેક સ્થિતિને સહેલાઈથી સંભાળી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે એકલા-એકલા સરસ મજાનો સમય ગાળવાની ઇચ્છા રાખતા હશો, પરંતુ આજે તમને એવી તક મળશે ત્યારે તમને ઘરના લોકોની યાદ આવશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે અમુક નકારાત્મક ઘટનાઓ બનવાની શક્યતા છે, પણ જો તમે ઉપરવાળા પર શ્રદ્ધા રાખશો તો એમાંથી સહેલાઈથી માર્ગ કાઢી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાં મળવા લાગે એવી સંભાવના છે. જો તમે સ્ટૉકમાર્કેટમાં સટ્ટાકીય ટ્રેડિંગ કરતા હશો તો મોટો ધનલાભ થવાનો યોગ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે કરકસર કરનારી વ્યક્તિ છો એવી તમારા મિત્રવતુર્ળમમાં પડેલી છાપ આજે દૂર થઈ જશે, કારણ કે તમે કોઈ સખાવતી સંસ્થાને ઉદાર હાથે દાન આપશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે વ્યવસાયી જવાબદારીઓ કોરાણે રાખી દો એવી શક્યતા છે, કારણ કે સ્વજનો માટે સરસમજાનો સમય ફાળવવાની જરૂર તમને સમજાઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારી સર્જનશીલતા આજે મુક્તપણે વહેશે. તમે પોતાની સમસ્યાઓ માટે નવા માર્ગો શોધવાનો જે પ્રયાસ કરશો એમાં તમને એની મદદ મળશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા જેવી જ વિચારસરણી ધરાવતા લોકોની સાથે રહેવાથી તમને હૂંફ વર્તાશે અને તમે ફરી તાજામાજા થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ રોમૅન્સનો છે. તમે લાગણીઓને સમજી શકતા નથી, પણ જો યોગ્ય રીતે અભિવ્યક્તિ કરવામાં આવે તો સૌથી પહેલાં તમે એને સમજી લો છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે આધ્યાત્મિકતા તરફ વળી જવાની ઇચ્છા રાખશો. આથી તમે કોઈ ધર્મસ્થળે જાઓ એવી શક્યતા છે. માનસિક શાંતિ મેળવવા માટે થોડું મેડિટેશન કરવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ખાલી દિમાગ શેતાનનું ઘર હોય એ ઉક્તિમાં અપવાદ પણ હોય છે. આજે તમે ભૂતકાળ વાગોળતા બેઠા હશો ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવાનો મસ્ત વિચાર આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK