ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે સંખ્યાબંધ મીટિંગો, કૉન્ફરન્સો અને ઇન્ટરવ્યુમાં વ્યસ્ત રહેશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે સંખ્યાબંધ મીટિંગો, કૉન્ફરન્સો અને ઇન્ટરવ્યુમાં વ્યસ્ત રહેશો. તમને સહયોગીઓ પાસેથી પૂરતો સહકાર નહીં મળે એ વાતનો રંજ રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે સ્વજનો પાસેથી આજે જે સહકારની અપેક્ષા રાખી હતી એ ન મળવાથી નિરાશ થઈ જશો. જોકે આ બાબતે રજનું ગજ કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જો તમે અન્ય લોકોના વર્તન બાબતે અટકળો કરવામાં શક્તિ બરબાદ કરવાને બદલે પોતાના કામમાં એકાગ્રતા સાધશો તો તમને ઘણો જ લાભ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારો મૂડ સારો નહીં હોય. તમે પોતાની આ વૃત્તિને સંકોરી નહીં લો તો સારા મિત્રો અને પરિવારજનો તમારાથી વિમુખ થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના દિવસે તમારી સામે કામનો ઢગલો છે, પરંતુ તમે રિલૅક્સ રહેવાના મૂડમાં હોવાથી આગામી થોડા દિવસોમાં કામ પતાવવાનો નિર્ણય લેશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી ઇચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે સંગ્રામ ખેલાશે. નવા મિત્રો બનાવવા, કારણ કે લાંબા ગાળે તેઓ તમને મદદરૂપ થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા નરમ સ્વભાવનો ગેરલાભ ઉઠાવવા ઉપરાંત તમારી સામે ખોટા આરોપો મૂકીને તમારી પ્રતિષ્ઠા ખરડવા માગતા લોકોથી ઘણા સાવધ રહેવાની જરૂર છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે તબિયતની ખાસ કાળજી લેવી. પોષક ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો. ખાસ તો વ્યાયામ કરવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ ફુરસદનો છે. તમે પોતાની કમીઓને દૂર કરવા માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરશો અને આત્મચિંતન કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે ભૂતપૂર્વ પ્રેમી સાથે ફરીથી સંપર્ક તાજો કરવા માટેના પ્રયાસો શરૂ કરશો. તમે સામાજિક ગૅધરિંગમાં વ્યસ્ત થઈ જશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે કામના સ્થળે તમામ કાર્યો સમયમર્યાદાની અંદર પૂરાં કરવા માટે જહેમત લેશો, પરંતુ એમાં કદાચ સફળતા નહીં મળે. નિરાશ થતા નહીં. આવતી કાલનો દિવસ સારો રહેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

દિવસના પ્રારંભે પારિવારિક જીવનમાં નાના વિખવાદો જન્મી શકે છે. એને બાદ કરતાં એકંદરે આજનો દિવસ સાનુકૂળ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK