આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે જીવનનાં તમામ ક્ષેત્રોમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે જીવનનાં તમામ ક્ષેત્રોમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડશે. જોકે તમને વડીલો પાસેથી પૂરતો સહકાર અને માર્ગદર્શન મળી રહેશે. આથી હિંમત હારતા નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ લાગણીઓનો ઊભરો પ્રિયકર સમક્ષ ઠાલવવા માટે યોગ્ય છે, કારણ કે આખરે તો તેઓ જ તમને સંપૂર્ણ સધિયારો આપી રહ્યા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


વ્યાવસાયી સમસ્યાઓ બાબતે પરિવારજનોને વિશ્વાસમાં લેવાનું તમારા હિતમાં રહેશે. આ રીતે તમે હળવાશ અનુભવી શકશો અને તેઓ પણ તમને આવશ્યક મદદ કરી શકશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના દિવસે કોઈ અસાધારણ ઘટના બનવાની નથી. એને પગલે કંટાળો વર્તાશે. જોકે આવતી કાલે અલગ માહોલ રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારો મૂડ વારંવાર બદલાયા કરશે, પરંતુ પોતાના પરનો કાબૂ ગુમાવવો નહીં. જો કાબૂ ગુમાવશો તો આસપાસ આવી રહેલાં પરિવર્તનોનો સામનો નહીં કરી શકો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ઉપરીઓ આજે તમારાં ખંત, નિષ્ઠા અને પ્રામાણિકતાની નોંધ લેશે. કામના સંતોષને લીધે તમે રાજી રહેશો અને એની અસર પરિવારજનો પર પણ પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નોકરિયાતો, ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે તેમના પ્રોજેક્ટ્સમાં સફળતાનો યોગ છે. રોમૅન્સની હવા ચાલી રહી છે, પરંતુ તમારે એના માટે પ્રિયકરમાં સંપૂર્ણ વિશ્વાસનું આરોપણ કરવું પડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી પ્રગતિ સરળતાથી થતી રહેશે, પરંતુ તમારે જુનિયરોને તેમની આવડતો પ્રમાણેનું કામ સોંપવાની કળા વાપરવી જરૂરી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


જેમ-જેમ દિવસ પસાર થશે તેમ-તેમ સવારની ઉદાસી દૂર થતી જશે. તમારો ઉત્સાહ વધતો જશે. સારા સમાચાર મળવાના છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે સ્વજનો પાછળ લખલૂટ ખર્ચ કરી કાઢશો. જોકે બૅન્ક-બૅલૅન્સ પર ધ્યાન આપવાની જરૂર રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે પોતાની વાતો અન્યોના ગળે ઉતારવામાં પાવરધા હોવાથી વાટાઘાટો જરૂરી હોય એવી પરિસ્થિતિમાં વિજયી નીવડશો. તમારા માટે આવું કોઈ કામ મુશ્કેલ નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારા પર ઘણા સમયથી કામનો અતિશય બોજ છે. આજે એ બધું કામ પૂરું કરી દેવું. રાબેતા મુજબના કામ તરફ દુર્લક્ષ કરવું નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK