જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

કેટલાક લોકો ગેરરીતિઓ અપનાવીને તમને છેતરવાનો પ્રયાસ કરશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


કેટલાક લોકો ગેરરીતિઓ અપનાવીને તમને છેતરવાનો પ્રયાસ કરશે. ઘરની કે વાહનની ખરીદી જેવો  મોટો સોદો કરવાનું ટાળવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા મન અને મગજ વચ્ચે આજે રસ્સીખેંચ ચાલશે. આખરે તર્કનો વિજય થશે. તમારે લાગણીઓને પણ વાચા આપવી પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા સ્વભાવની મૃદુતા બહાર આવશે અને સાથે-સાથે કળાત્મક અને સર્જનાત્મક આવડતો પણ પ્રગટ થશે. તમે વંચિત વર્ગના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ કપરો રહેશે. આમ છતાં તમારે શાંતચિત્ત રહેવું અને વધુ ચિંતા કરવી નહીં. બધું સમુંસૂતરું પાર પડશે. નવા બિઝનેસ માટે તમારે કદાચ સ્થળાંતર કરવું પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી એકાગ્રતા ચરમસીમાએ પહોંચી રહી છે. વિજયી બનવા માટે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો. ચારે બાજુથી ધનલાભ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારામાં ક્ષમા, કરુણા, સહિષ્ણુતા અને કળાત્મકતા એ ગુણ પ્રગટ થશે. જરૂરિયાતમંદોને મદદનો હાથ લંબાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી કુદરતી ખૂબીઓ આજે પ્રગટ થશે અને કામના સ્થળે તમારું માન વધશે અને કદર થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


બધાનું ધ્યાન તમારા પર રહે એ સ્થિતિ તમને ઘણી ગમે છે. આજે તમને એનો લાભ મળશે. જોકે તમારું મહત્વ ઓછું આંકવા માગતા લોકોથી સાવધાન રહેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે અણધાર્યા ખર્ચને લીધે બજેટ ખોરવાઈ જવાની શક્યતા છે. આવા સમયે જ લોકોને બચતનું મહત્વ સમજાતું હોય છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે રાબેતા મુજબના વિચારો છોડીને કંઈક નવું વિચારશો અને કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી દેશો. લોકો તમારાથી અંજાઈ જશે, પરંતુ તમારે એનાથી છકી જવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કિશોરાવસ્થામાં હોય એ જાતકો આજે પ્રેમના બાણથી વીંધાઈ જવાની શક્યતા છે. આજના દિવસે નવા સંબંધની શરૂઆત થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ સુંદર અને સારો રહેશે. તમારો ઉત્સાહ વધારે હશે અને એની અસર હેઠળ તમે આરોગ્ય સચવાય એવી જીવનશૈલી અપનાવી લેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK