આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

તમે કામકાજ અને આનંદપ્રમોદ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખશો.

astri

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કામકાજ અને આનંદપ્રમોદ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખશો. આ બન્નેની ભેળસેળ થઈ જાય નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમને રોજનું કામ પણ ગધ્ધાવૈતરું લાગશે અને તમે એને ટાળવા માટે ચિત્રવિચિત્ર બહાનાં કાઢવાનો પ્રયાસ કરશો. મિત્રો જોડે મોજમજા કરવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


લાંબા સમયથી અધ્ધર લટકી રહેલા પ્રશ્નો હાથ ધરવા માટે આજનો દિવસ યોગ્ય છે. બધા જ પ્રશ્નોનો કાયમી હલ લાવવા માટે બધી જ શક્તિ કામે લગાડી દેવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના કપરા દિવસે તમને થોડો થાક વર્તાશે. પોતાનું કામ શક્ય એટલું વહેલું પૂÊરું કરી દેવું અને સાંજના સમયે રિલૅક્સ થવા માટે થોડું મેડિટેશન કરવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આ દિવસ વિષમ હોવાથી કેટલાક બનાવો તમને સહેલાઈથી ગેરમાર્ગે દોરી જશે. આવામાં અતિશય સાવચેત રહેવાની જરૂર છે. આ વાત તમારી અંગત તેમ જ વ્યવસાયી બાબતોને લાગુ પડે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


કામનું દબાણ ગમે એટલું હોય, તમને એનો બોજ નહીં વર્તાય. તમે ચિંતનાત્મક મૂડમાં આવી જશો અને સ્વની ઓળખ માટેના પ્રયાસ શરૂ કરી દેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે બચત કરવામાં માહેર હોવાથી આજના સપરમા દિવસે તથા ભવિષ્યમાં તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ઉપર-ઉપરથી તમને જોનાર માણસને લાગશે કે તમારું જીવન અસ્તવ્યસ્ત છે, પરંતુ વાસ્તવમાં તમને જ ખબર છે કે તમે કેટલું પદ્ધતિસર કામ કરનારા માણસ છો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


વિચારોની સ્પષ્ટતા અને સકારાત્મકતાને લીધે તમે સમસ્યાઓના હલ જલદીથી કાઢી શકો છો. તમારી આસપાસ ઈષ્ર્યાળુ તત્વો ભટકતાં હશે. જોકે તમારે તેમના તરફ દુર્લક્ષ કરવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા જીવનમાં સુવર્ણાક્ષરે લખાશે. તમને જીવનસાથી મળી જવાનો યોગ છે. સુખનો સૂરજ ઊગી રહ્યો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આનંદપ્રમોદની બે ઘડી માણ્યા વગર ફક્ત કામ-કામ અને કામ કરનારી વ્યક્તિનું જીવન નીરસ બની જાય છે. આજે કામકાજમાં બનતી મહેનત કરવી, પરંતુ એ પતી ગયા બાદ સાંજના સમયે પાર્ટી પણ માણવી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ ઘણો જ સકારાત્મક રહેશે. તમે ઘણો સમય બાકી રાખીને પોતાનાં લક્ષ્યો સુધી પહોંચી શકશો અને ઉપરીઓને પ્રભાવિત કરી દેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK